ગુજરાત

gujarat

ETV Bharat / sports

ક્વાર્ટર ફાઈનલ મેચ પહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે મોરોક્કોના કોચ આવું કહી રહ્યા છે - પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

પોર્ટુગલનો સ્ટાર ખેલાડી અને કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Portugal star player Cristiano Ronaldo) આજની મેચમાં રમશે કે નહીં તે તો છેલ્લી ઘડીમાં જ ખબર પડશે. (FIFA World Cup 2022) જો તે ક્વાર્ટર ફાઈનલ મેચમાં નહીં રમે તો વાલિદ રેગ્રાગુઈ વિરોધી ટીમના કોચ તરીકે ખુશ થશે.

Etv Bharatક્વાર્ટર ફાઈનલ મેચ પહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે મોરોક્કોના કોચ આવું કહી રહ્યા છે
Etv Bharatક્વાર્ટર ફાઈનલ મેચ પહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે મોરોક્કોના કોચ આવું કહી રહ્યા છે

By

Published : Dec 10, 2022, 3:26 PM IST

દોહા:પોર્ટુગલના સ્ટાર ખેલાડી અને કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ (Portugal star player Cristiano Ronaldo) ફિફા વર્લ્ડ કપની (FIFA World Cup 2022) છેલ્લી-16 મેચમાં સ્વિટ્ઝર્લેન્ડ સામે 6-1ની શાનદાર જીત દરમિયાન તેની ટીમ મેદાનમાં ઉતરી ન હતી. કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને લઈને ઘણી અટકળો ચાલી રહી છે કે શું 37 વર્ષીય સિનિયર ખેલાડીને શનિવારે મોરોક્કો સામેની ક્વાર્ટર ફાઈનલ માટે (Morocco vs Portugal Quarter Final Match) પ્રારંભિક પ્લેઈંગ ઈલેવનમાં મેદાનમાં ઉતારવામાં આવશે. પરંતુ જો પોર્ટુગીઝ કોચ આવો નિર્ણય લેશે તો મોરોક્કન કોચ વાલિદ રેગ્રાગુઈ તેને બેન્ચ પર બેઠેલા જોઈને ખુશ થશે. આ નિર્ણયથી મોરોક્કન ટીમ પરથી વધારાનું દબાણ દૂર થશે.

ગોન્કાલો રામોસે હેટ્રિક નોંધાવી: દક્ષિણ કોરિયા સામેની અંતિમ વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં (Morocco vs Portugal Quarter Final Match)પોર્ટુગલના કોચને નારાજ કર્યા બાદ રોનાલ્ડોને ફર્નાન્ડો સાન્તોસે કાઢી મૂક્યો હતો. માન્ચેસ્ટર યુનાઈટેડના ભૂતપૂર્વ સ્ટ્રાઈકરની ગેરહાજરી સ્વિટ્ઝર્લેન્ડ સામે અનુભવાઈ ન હતી, કારણ કે તેની જગ્યાએ ગોન્કાલો રામોસે હેટ્રિક નોંધાવી હતી. તેની સાથે પેપે, રાફેલ ગુરેરો અને રાફેલ લીઓએ પણ મેચમાં ગોલ કરીને શાનદાર જીત અપાવી હતી.

રોનાલ્ડો ઈતિહાસના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક:મોરક્કોના કોચ રેગાર્ગુઈએ કહ્યું કે, તેમની પાસે કોઈ માહિતી નથી કે રોનાલ્ડો આજની મેચમાં રમશે કે નહીં. તે કોચ તરીકે જાણે છે કે, તે ઈતિહાસના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. પરંતુ વિરોધી ટીમના કોચ તરીકે હું ખુશ રહીશ. જો તે ક્વાર્ટર ફાઈનલ મેચમાં નહીં રમે.

મોરોક્કો વર્લ્ડ કપમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન:મોરક્કોના કોચ રેગારાગુઈએ કહ્યું કે, અમે પોર્ટુગલ ટીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાના નથી. તેઓ એક મહાન ટીમ છે. તેઓ ઈતિહાસ રચતા રહ્યા છે. અમારી મેચના દિવસે સ્ટેડિયમમાં અમારે વધુ સમર્થકો હશે, જેઓ અમને સમર્થન કરતા જોવા મળશે. રેગાર્ગુઈએ કહ્યું કે, તેમની ટીમ પણ ઈતિહાસ રચવાનું લક્ષ્ય ધરાવે છે. મોરોક્કો વર્લ્ડ કપમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન તરફ આગળ વધી રહ્યું છે. તમામ ખેલાડીઓ રમતનો આનંદ માણી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details