ગુજરાત

gujarat

ETV Bharat / sports

મેરી કૉમનું પદ્મ વિભૂષણ, પી.વી સિંધુનું પદ્મ ભૂષણથી સન્માન

પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યા પર કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતીય ક્રિકેટર ઝાહીર ખાન, ભારતીય મહિલા હૉકી કેપ્ટન રાની રામપાલ, ઓલિમ્પિક મેડાલિસ્ટ જીતૂ રાયને પદ્મશ્રી મહિલા બોક્સર મેરી કૉમને પદ્મ વિભૂષણ અને સિંધુને પદ્મ ભૂષણ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે.

etv bharat
etv bharat

By

Published : Jan 26, 2020, 8:22 AM IST

નવી દિલ્હી: ઓલિમ્પિક મેડલ વિજેતા દિગ્ગજ બોક્સર એમસી મેરી કૉમને ભારત સરકારે દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરી છે, તો ઓલિમ્પિક મેડલ વિજેતા અને વર્લ્ડ ચેમ્પિનશીપ મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુને સરકારે ત્રીજુ સર્વોચ્ય નાગરિક સન્માન પદ્મ ભૂષણ એવૉર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

મેરી કૉમે ગત વર્ષ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ તેમનો વર્લ્ડ ચેમ્પિયનશીપનો કુલ 8મો મેડલ હતો. આ ટૂર્નામેન્ટમાં મેરી કૉમ 6 ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. સિંધુએ ગત વર્ષ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.

MC Mary Kom

સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષ ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં બંને ખેલાડીઓ પાસે મેડલ જીતવાની આશા છે.

Pv sindhu

મેરી કૉમને પદ્મ વિભુષણ અને પી.વી સિંધુને પદ્મ ભૂષણ એવોર્ડ મળશે, તો ઝાહીર ખાન, રાની રામપાલ, જીતુ રાયને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડના નામ ભારત સરકારે 26 જાન્યુઆરીના એક દિવસ પહેલા જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details