નવી દિલ્હીઃ છ વખતની વિશ્વ ચેમ્પિયન અને રાજ્યસભા સાંસદ એમસી મેરીકોમના સૌથી નાના દિકરા પ્રિન્સ માટે આ જન્મદિવસ હંમેશા યાદગાર રહેશે. કારણ કે, દિલ્હી પોલીસની એક ટીમ ગુરુવારે તેનો જન્મદિવસ ઉજવવા પહોંચી હતી. મેરી કોમે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દિલ્હી પોલીસ તેના દિકરા પ્રિન્સ માટે કેક લઇને પહોંચે છે.
પોલીસકર્મીઓની સાથે જન્મદિવસની ઉજવણી
પ્રિન્સ સાત વર્ષનો થયો છે, તેણે પોતાના માતા-પિતા, બે મોટા જુડવા ભાઇઓ અને નાની બહેન સાથે પોતાનો જન્મદિવસ તુગલક રોડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સાથે મનાવ્યો હતો.
હાલની એશિયાઇ અને રાષ્ટ્રમંજલ રમતોની સ્વર્ણ પદક વિજેતા મેરીકોમે આ જશ્નનો વીડિયો સાથે ટ્વીટ કર્યો, - 'દિલ્હી પોલીસે મારા નાના દિકરા પ્રિન્સ કોમનો જન્મદિવસ સ્પેશિયલ બનાવવા માટે આભાર. તમે લોકો ખરેખર હીરો છો. હું તમારા બધાના સમર્પણ અને પ્રતિબદ્ધતાને સલ્યુટ કરું છું.'
કોવિડ 19ને કારણે આ સમય સમગ્ર દેશ લોકડાઉનમાં છે
દિલ્હી પોલીસે કોવિડ 19 મહામારીને કારણે લાગેલા લોકડાઉનમાં નાગરિકો ખાસ કરીને વૃદ્ધ લોકો અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે આ અભિયાન ચલાવી રહી છે. કોવિડ 19ને કારણે આ સમયે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જો આ સ્થિતિ સામાન્ય થાય છે, તો મેરી કોમ આ સમયે ઑલ્મ્પિકની તૈયારીઓમાં વ્યસ્ત હોત.