છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમ શનિવારે ઓલિમ્પિક ક્વોલિફાયર મહિલા બોક્સીંગ ટ્રાયલના અંતિમ રાઉન્ડમાં નિખત ઝરીન સામે ટકરાઈ હતી. જેમાં મેરી કોમે નિખત ઝરીનને 9-1થી માત આપી છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન ઝરીને રાષ્ટ્રીય ચેમ્પિયન જ્યોતિ ગુલિયાને પરાજિત કરી હતી, જ્યારે મલ્ટિ-ટાઇમ એશિયન ચેમ્પિયન મેરી કોમે રિતુ ગ્રેવાલને પછડાટ આપી હતી.
મેરી કોમ અને નિખત ઝરીને 51 કિગ્રા વર્ગમાં શનિવારના રોજ આમને સામને ટકરાઈ હતી. આ મેચ ખુબ જ હાઈવોલ્ટેજ હતી કારણ કે આને માટે નિખત ખુબ જ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહી હતી.