નવી દિલ્હીઃ ભારતીય મહિલા બોક્સર એમસી મેરી કોમે કહ્યું કે, લંડન ઓલિમ્પિકની તૈયારી માટે તેણે પુરૂષ બોક્સરો સાથે પ્રેક્ટિસ કરી હતી. જેથી તે 51 કિલોગ્રામ કેટેગરીમાં રમી શકે.
લંડન ઓલમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા એમસી મેરી કોમે કહ્યું છે કે, આ સમયે તેમનું એકમાત્ર લક્ષ્ય આવતા વર્ષે ટોક્યો ઓલમ્પિક્સમાં અલગ રંગના ઓલમ્પિક મેડલ જીતવાનું છે. મેરી કોમે લંડન ઓલિમ્પિક્સ -2012 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ સાથે તે ઓલમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા બોક્સર બની હતી.
મેરીએ એક શોમાં કહ્યું હતું કે, "જ્યારે પણ હું રિંગમાં હોઉં છું ત્યારે મારી પાસેથી ઘણી પ્રકારની અપેક્ષાઓ રહે છે. અને તે મારા મગજમાં રહે છે. હું મારી જાતને કેવી રીતે સુધારી શકું તે સતત વિચારતી રહું છું. મારે તેના માટે શું કરવું જોઈએ. હું મારી નબળાઇઓ અને અન્ય વસ્તુઓ પર કેવી રીતે કાર્ય કરી શકું. "
મેરીએ કહ્યું કે, "મારા માટે કરાયેલી પ્રાર્થનાને કારણે હું હજુ પણ સફળ છું. હું હજી પણ મારી સ્ટ્રેન્થ, સ્ટેમીના, સ્પીડ અને એંડ્યૂરસ પર કામ કરી રહી છું. આ સમયે મારું મુખ્ય લક્ષ્ય મારા મેડલનો રંગ બદલવાનો છે."