- માના પટેલ (Maana Patel) આગામી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ
- યુનિવર્સિલી ક્વોટા દ્વારા ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા તરણવીર બની
- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયું નામ
નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ શુક્રવારે પુષ્ટિ કરી હતી કે માના પટેલ (Maana Patel) આગામી ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) યુનિવર્સિલી ક્વોટા દ્વારા ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા તરણવીર બની છે. માના ત્રીજી ભારતીય તરણવીર છે જે ટોક્યો 2020માં ભાગ લેશે. માનાની (Maana Patel) પહેલાં શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ ઓલિમ્પિક માટે ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવી ચૂક્યાં છે
SAIએ ટ્વિટ કર્યું કે "બેકસ્ટ્રોક તરવૈયા માના પટેલને (Maana Patel)ઘણાં અભિનંદન. જે પહેલી મહિલા અને ત્રીજી ભારતીય તરણવીર બની છે જેણે #TokyoOlympics માટે ક્વોલિફાય કર્યું છે. તે યુનિવર્સિલી ક્વોટા દ્વારા ક્વોલિફાય થાય છે. #Cheer4India,"
ગયા અઠવાડિયે સાજન પ્રકાશ આગામી ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય કરનારો પહેલો ભારતીય તરણવીર બન્યો હતો. તેણે સેટ કોલી ટ્રોફીમાં પુરુષોની 200 મીટર બટરફ્લાયમાં 1:56:38 સમય લીધો હતો. લાયકાત માટે કટ-ઓફ 1:56:48 હતી. બુધવારે શ્રીહરિ નટરાજ રોમમાં સેટેકટોલી સ્વિમ મીટમાં ટાઇમ ટ્રાયલમાં m 53.77 સેકન્ડના પ્રયાસ બાદ શોપીસ ઇવેન્ટ માટે ક્વોલિફાય કરનારો બીજો ભારતીય તરણવીર બન્યો. 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટ માટે ઓલિમ્પિક લાયકાતનો સમય (A time) 53.85 સેકન્ડ પર સેટ થયો હતો.