ગુજરાત

gujarat

ETV Bharat / sports

મેરઠના બે ખેલાડીઓને ખેલ મંત્રાલયે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી - Kailash Prakash Sports Stadium in Meerut

કોરોના કાળમાં પિતાની નોકરી જતી રહેતા બે ખેલાડી ભાઇઓને શાકભાજી વેચવાની ફરજ પડી હતી. ત્યારે આ બે ખેલાડી ભાઇઓને ખેલ મંત્રાલયે 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી છે. આ માહિતી રમત ગમત પ્રધાન કિરણ રિજિજુ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે.

kiran
મેરઠના બે ખેલાડીઓને ખેલ મંત્રાલયે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી

By

Published : Oct 7, 2020, 10:46 AM IST

મેરઠ :ગોરખપુરમાં રહેતા બોક્સિંગ ખેલાડી સુનીલ અને તેનો ભાઇ નીરજ તીરંદાજીનો ખેલાડી છે. તેના પિતા મેરઠના કૈલાશ પ્રકાશ સ્પોર્ટસ સ્ટેડિયમમાં કેન્ટીન ચલાવે છે. પરંતુ કોરોના કાળમાં સ્ટેડિયમ બંધ હોવાને કારણે તેના પિતાની નોકરી ચાલી ગઇ હતી. ત્યારબાદ બંને ભાઇઓએ શાકભાજી વેચીને ઘરનો ખર્ચ ચલાવવાનો પ્રયાસ કર્યો.

સુનીલે આ વર્ષ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ખેલોમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે નીરજે સ્કૂલની રમતોમાં મેડલ જીત્યો હતો. બે વર્ષ પહેલાં તેણે સિનિયર તીરંદાજી ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આર્થિક મદદ મળતાં પરિવારમાં ખુશીનો માહોલ

ખેલ પ્રધાન કિરણ રિજ્જુએ આ બંન્ને ભાઇઓને પંડિત દીનદયાલ ઉપાધ્યાય ફંડમાંથી આર્થિક મદદ કરી છે. ખેલ પ્રધાન દ્વારા આ સંબંધમાં ટ્વીટ કરી આર્થિક મદદની જાણકારી આપવામાં આવી હતી. આર્થિક મદદ મળતાં પરિવારમાં ખુશીનો માહોલ છે. બંન્ને ભાઇઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રમતગમત અધિકારી આલે હૈદરે જણાવ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરી રહેલા આ ભાઈઓને આર્થિક સહાય આપીને કેન્દ્રીય રમત મંત્રાલયે સારી પહેલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details