મુંબઈ: ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) પરત ફરવા માટે 2 માર્ચથી ટ્રેનિંગ શરૂ કરશે. ગયા વર્ષે વન ડે વર્લ્ડકપમાં રમ્યા બાદ ધાનીએ કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જેથી તેની કારકિર્દીને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.
T-20 વિશ્વકપમાં રમવા ધોનીએ વધુ મેચ રમવાની જરૂર છે: કપિલ દેવ - Cricket World Cup
ભારતના મહાન ક્રિકેટર કપિલ દેવ IPLમાં મહેન્દ્રસિંહ ધોનીના પરત ફરવાને લઈને ઉત્સાહિત નથી જણાઈ રહ્યાં. ભારતને પ્રથમ વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટને કહ્યું કે, IPL ભવિષ્યના ખેસાડી તૈયાર કરવા માટેની સ્પર્ધા છે માટે ધોનીએ ભારતની ટી-20 વર્લ્ડકપ ટીમમાં પસંદગી માટે કેટલીક મેચ રમવી જરૂરી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે, જો એમ.એસ. ધોની આગામી ટી-20 વર્લ્ડ કપમાં રમવા ઈચ્છતા હોય તો, ધોનીએ ફક્ત IPLમાં જ નહીં, પરંતુ ટી-20 વર્લ્ડકપ પહેલાં અન્ય મેચમાં પણ વધુ ક્રિકેટ રમવાની જરૂર છે. કપિલ દેવે કહ્યું કે, "જુદા જુદા ખેલાડીઓ માટે જુદા જુદા માપદંડ ન હોવા જોઈએ."
કપિલ દેવે કહ્યું કે, જે ખેલાડીઓ નિયમિતપણે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે અને જો તેઓને લાગે છે કે, આંતરરાષ્ટ્રીય કેલેન્ડર તેમના માટે ખૂબ વ્યસ્ત છે, તો તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવાનું છોડી શકે છે.