- ભારતની અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો
- 10 મિટર એર રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
- એર ઇવેન્ટ SH-1 માં આ ગોલ્ડ મેડલ જીત્યો
જયપુર : :ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics )માં ભારતના ગોલ્ડ મેડલ (Gold medal)નું ખાતું ખોલવામાં આવ્યું છે. આ ખાતું ભારતની મહિલા શૂટર અવની લેખારાએ ખોલ્યું છે, જેમણે 10 મીટર એર સ્ટેન્ડિંગમાં પેરાલિમ્પિક્સનો રેકોર્ડ બનાવીને દેશ માટે સુવર્ણ વિજય નોંધાવ્યો હતો.
ત્રણ ભારતીય રમતવીરો મેડલ જીતવામાં સફળ
ભારતની અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 10 મીટર એર ઇવેન્ટ SH-1 માં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. છેલ્લો પાંચમો દિવસ ભારત માટે એક ઐતિહાસિક દિવસ હતો અને ત્રણ ભારતીય રમતવીરો મેડલ જીતવામાં સફળ રહ્યા.આ સિવાય ભારતના યોગેશ કથુનિયા ડિસક્સ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો : Janmashtami 2021 : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શુભેચ્છાઓ
ચીની મહિલા શૂટર ઝાંગ 248.9 પોઇન્ટ સાથે બીજા ક્રમે