નવી દિલ્હી: 6 વખત વિશ્વ ચેમ્પિયન એમ.સી મેરી કોમે રવિવારે પદ્મ વિભૂષણ એવોર્ડ માટે પસંદગી થયા બાદ જણાવ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિક્સમાં જીતવાની આશા રાખુ છું. "મારુ હાલનું લક્ષ્ય છે કે, પહેલા ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરું અને ત્યારબાદ હું મેડલના રંગ વિશે વિચાર કરીશ. જો હું ટોક્યોમાં ક્વોલિફાય થઈશ અને ગોલ્ડ જીતીશ
આવનારી ઓલિમ્પિક મારા માટે છેલ્લી હોઇ શકેઃ મેરી કોમ - Padma Vibhushan award
ભારત સરકારે પદ્મ શ્રી સન્માનોમાં વિવિધ અભિનેત્રીઓ અને ખેલ જગતમાંથી પસંદ કર્યા છે. જેમાં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ માટે પસંદગી થવા બદલ મેરી કોમે ભગવાનનો આભાર માન્યો હતો. મેરી કોમ કહ્યું કે, આવનારી ઓલિમ્પિક મારા માટે છેલ્લી ઓલિમ્પિક હોઇ શકે છે.
મેરી કોમે કહ્યું કે, "મને ભારતીય હોવાનો ગર્વ છે અને દરેક વખતે જ્યારે હું દેશ માટે લડવા નીકળીશ, ત્યારે મારી અંદર કંઈક અનુભવે છે. જે મને દેશનું ગૌરવ અપાવવા પ્રેરે છે. આ પ્રકારનો પ્રેમ આ દેશના લોકોએ મને આપ્યો છે, હું મારા પ્રદર્શનને પાછું આપવા માંગું છું. હું દેશ માટે ચમકવા માંગુ છું. ટોક્યો મારી છેલ્લી ઓલિમ્પિક હોવાની સંભાવના છે. મને ખબર નથી કે બીએફઆઈ મને 40 વર્ષની ઉંમરે આગામી ઓલિમ્પિક્સ (2024)માં ભાગ મળશે કે કેમ. જેથી આ ખરેખર મહત્વનું છે કે, હું ઓલિમ્પિકમાં મારા દેશ માટે ગોલ્ડ મેડલ જીતું.
મેરી કોમે કહ્યું કે, "હું આ એવોર્ડ દેશના લોકોને સમર્પિત કરું છું અને સિંધુ અથવા રાણી રામપાલ જેવા પદ્મ એવોર્ડ વિજેતાઓને મારી સલાહ છે કે, તેઓએ આ એવોર્ડથી પ્રેરણા લેવી જોઈએ અને ઉચ્ચ સન્માન જીતવાનું સ્વપ્ન જોવું જોઈએ." મહત્વનું છે કે, કોરોના વાયરસ ફાટી નીકળવાને કારણે ઓલિમ્પિક બોક્સીંગ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ અગાઉ 14- ફેબ્રુઆરી દરમિયાન ચીનના વુહાન શહેરમાં યોજાવાની હતી, જેને 11 માર્ચથી જોર્ડનના અમ્માન શહેરમાં ખસેડવામાં આવી છે.