ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2024 ના ઓક્શન શેડ્યુલમાં ફેરફાર, જાણો હવે ક્યારે અને ક્યાં થશે હરાજી - ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર

IPL 2024 માટેનું ઓક્શન દુબઈમાં યોજાવાનું છે. આ પહેલા એક મોટી અપડેટ સામે આવી છે. આ અપડેટ અનુસાર IPL Auction 2024 ના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જાણો ક્યારે અને ક્યાં યોજાશે ઓક્શન અને તમે કેવી રીતે જોઈ શકશો...

IPL Auction 2024
IPL Auction 2024

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 12:54 PM IST

નવી દિલ્હી : IPL 2024 ની હરાજી માટે સ્ટેજ સંપૂર્ણપણે તૈયાર છે. દુબઈમાં મંગળવાર એટલે કે 19 ડિસેમ્બરના રોજ હરાજી યોજાશે. આ હરાજી માટે 333 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. જેમાંથી 214 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે. આ યાદીમાં 2 સહયોગી દેશોના ખેલાડીઓ પણ સામેલ છે. આ ખેલાડીઓમાં 116 કેપ્ડ પ્લેયર્સ અને 215 અનકેપ્ડ પ્લેયર્સ છે. જોકે હાલમાં જ IPL ની હરાજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઓક્શનનું નવું શેડ્યુલ :આ હરાજી અગાઉના નિર્ધારીત સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થવાની હતી. જ્યારે નવા શેડ્યુલ અનુસાર આ હરાજી દુબઈના કોકાકોલા એરેના સ્ટેડિયમમાં સ્થાનિક સમય મુજબ સવારે 11:30 વાગ્યે શરૂ થશે. ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે સ્પોર્ટ્સ 18 પર આ હરાજીનું ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર જોઈ શકાશે. આ હરાજીમાં કુલ 77 જગ્યાઓ ખાલી છે. આવી સ્થિતિમાં 333 માંથી માત્ર 77 ખેલાડીઓને જ સ્થાન મળશે.

મોટા દાવેદાર :આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર પર મોટી બોલી લગાવવામાં આવી શકે છે. આ સિવાય ઈંગ્લેન્ડના સૈમ કરન અને ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક ઉપર પણ મોટી બોલી લગાવવાની અપેક્ષા છે. ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલને પણ મોટી રકમ મળી શકે છે. ભારતીય ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાના ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર માટે મોટી બોલી લાગે તેવી આશા છે. આ સાથે હર્ષલ પટેલ માટે પણ કોઈપણ ફ્રેન્ચાઈઝી મોટી રકમ લગાવી શકે છે.

  1. IPL 2024 AUCTION : ભારતના આ અનકેપ્ડ ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી શકે છે, જાણો તેમના નામ અને કારનામા
  2. હાર્દિક પંડ્યા બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન, રોહિત શર્માનું સ્થાન લેશે

ABOUT THE AUTHOR

...view details