ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય ઓલિમ્પિક સંઘમાં આંતરિક ખટપટ, બત્રાએ નવી સમિતિ માટે ECની મંજૂરી માંગી, મહેતા કર્યો વિરોધ

ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના મહાસચિવ રાજીવ મહેતાએ કાર્યકારી પરિષદના સભ્યોને ક્હ્યું હતું કે, સમિતિની રચના સિવાય અધ્યક્ષે 6 અન્ય પત્રોને મંજૂરી આપવાનો પ્રયાસ કર્યો હતો અને આ (IOA) કાર્યપ્રણાલીને પડકાર આપે છે. તે પત્રોમાં કોઈ પગલું ન ભરે, કારણ કે, તેની કાયદેસર અસર દરેકને સહન કરવી પડશે."

IOA
IOA

By

Published : Jul 21, 2020, 9:17 AM IST

નવી દિલ્હી: ભારતીય ઓલિમ્પિક સંધ (IOA)ના મહાસચિવ રાજીવ મહેતાએ કહ્યું કે, અધ્યક્ષ નરેન્દ્ર બત્રાના આદેશ બાદ 2020-21 માટે જે સમિતિ બનાવી છે. તેના પર કાર્યકારી પરિષદ (EC)ની આગામી બેઠકમાં ચર્ચા થશે. જેમાં સંશોધન કરવામાં આવશે. બત્રાએ કાર્યકારી પરિષદની બેઠકમાં સભ્યોને નોટિસ મોકલી 2020-21 માટે કેટલીક સમિતિઓનું ગઠન કર્યું હતું. જેના પર મહેતાએ વાંધો ઉઠાવ્યો છે. મહેતાએ કહ્યું કે, મહાસચિવ હોવાને કારણે તેમને નોટિસ મોકલવી જોઈએ ન કે બત્રાને.

બત્રાએ નવી સમિતિ માટે EC પાસે મંજુરી માંગતા, મહેતાનો વિરોધ

મહેતાએ કાર્યકારી પરિષદના સભ્યોને પત્ર લખતા કહ્યું કે, સમિતિની રચના સિવાય અધ્યક્ષે 6 અન્ય પત્રોને મજૂરી આપવાનો પ્રયાસ કર્યો હતો. જે IOAની કાર્યપ્રણાલીને પડકાર આપે છે. જેમાં દરેક પત્રને આગામી બેઠકના એજેન્ડામાં રાખવામાં આવશે અને સ્પષ્ટીકરણ સાથે પત્રને ખોલવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે, ત્યારે હું બધા સભ્યોને અપીલ કરું છું કે, એ પત્રો પર કોઈ પગલું ન ભરે, કારણ કે તેની કાનૂની અસર આપણા બધાએ સહન કરવી પડશે. જેવું એથિક્સ કમિશન દરમિયાન થયું હતું.

બત્રાએ સોમવારે મહેતાના પત્રનો જવાબ આપતા લખ્યું કે, જે લોકોને પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં બત્રા ખુદ પણ સામેલ છે. બત્રાએ કહ્યું કે, બધા 17 પત્ર 83.33 ટકા ECના સભ્યોની વોટિંગથી મંજૂરી આપવામાં આવી છે. જો તમને કોઈ સમસ્યા છે તો ECની આગામી બેઠકમાં ચર્ચા કરી શકો છે.

ABOUT THE AUTHOR

...view details