- લખનઉમાં ભારતીય સિનિયર મહિલા કુશ્તી ટીમના ટ્રાયલ મેચનું આયોજન કરાયું
- યુવા સોનમ મલિકે રિયો ઓલેમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને આપી માત
- એશિયન ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ વિજેતા દિવ્યા કાકરાનને કરવો પડ્યો હારનો સામનો
લખનઉ: રિયો ઓલેમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય સિનિયર મહિલા કુશ્તી ટીમના ટ્રાયલ મેચમાં તેઓને યુવા સોનમે રોમાંચક રીતે માત આપી હતી. તો બીજી તરફ એશિયન ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ વિજેતા દિવ્યા કાકરાનને ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે જ સોનમને આગામી એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયર અને સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. લખનઉના સાઈ સેન્ટરમાં થયેલા ટ્રાયલમાં સોનમે 62 કિલો વજનના વર્ગમાં સાક્ષી મલિકને 8-7 પોઇન્ટથી હરાવી હતી.
આ રેસલરને આંચકો લાગ્યો
છેલ્લા બે વર્ષમાં સોનમના હાથે સાક્ષીની આ ચોથી હાર છે. આ મેચમાં સોનમ અને સાક્ષી બ્રેક બાદ 4-4થી બરાબરી પર હતા. આ દરમિયાન સાક્ષીએ ખૂબ સારો દાવ બતાવ્યો પરંતુ સોનમે નિર્ણાયક રીતે મેળવ્યો હતો. સોનમે આ અગાઉ સાક્ષીને બે વાર રાષ્ટ્રીય ટ્રાયલમાં અને એક વખત દિલ્હીમાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશીપમાં માત આપી હતી.
આ પણ વાંચો: અંડર-23 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ: જેનેપ યેતગિલને પછાડી પૂજા ગહલોત પહોંચી ફાઈનલમાં