ભૂવનેશ્વર: ભારતીય પુરૂષ હોકી ટીમ આગામી FIH હોકી વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ (Hockey World Cup 2023) માટે ભુવનેશ્વર પહોંચી ગઈ છે. હરમનપ્રીતની આગેવાનીમાં (Indian hockey team) ટીમમાં 18 ખેલાડીઓ છે. ભારતને ઈંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ સાથે ગ્રુપ ડીમાં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ FIH હોકી મેન્સ વર્લ્ડ કપ 2023ની આ આવૃત્તિમાં ટ્રોફીના દાવેદારોમાંની એક છે. તે ઘરઆંગણે ટ્રોફી જીતીને ભારતને નવા વર્ષની ભેટ આપવાની આશા રાખશે. ભારત 16 ટીમોની સ્પર્ધામાં ઈંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ સાથે ગ્રુપ ડીમાં છે અને તારીખ 13 જાન્યુઆરીએ રાઉરકેલામાં (Bhubaneshwar Hockey stadium) નવા બનેલા બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સ્પેન સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
ભારતીય હોકી ટીમ: ભારતીય હોકી ટીમ એ પછી તેનો મેચ તારીખ 15 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ અને તારીખ 19 જાન્યુઆરીએ વેલ્સ સામે થશે. ભારતીય હોકી ટીમ FIH ઓડિશા હોકી વર્લ્ડ કપ 2023 પહેલા મંગળવારે સવારે બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમનું અહીં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ રાઉરકેલા જવા રવાના થશે, જ્યાં તે ભુવનેશ્વર અને રાઉરકેલામાં 13 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વર્લ્ડ કપ માટે પ્રેક્ટિસ કરશે.
વાઇસ-કેપ્ટને કહી વાત: ભારતીય હોકી ટીમના વાઇસ-કેપ્ટન અમિત રોહિદાસે (hockey team vice-captain Amit Rohidas ) કહ્યું કે તેઓ ખૂબ જ ખુશ છે કારણ કે તેમનું હોમ સ્ટેટ ઓડિશા સતત બીજી વખત હોકી વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. તેણે કહ્યું કે ટીમ વર્લ્ડ કપ માટે બેંગલુરુમાં પ્રેક્ટિસ કરી રહી છે અને હવે રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં નવા મેદાન પર પ્રેક્ટિસ કરશે.