ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય ક્રિકેટર વેદ કૃષ્ણમૂર્તિ કરશે સગાઈ, પ્રપોસલના ફોટા વાયરલ - Indian women cricketer engagement

વેદ કૃષ્ણમૂર્તિ આગામી ક્રિકેટર અર્જુન હોયસાલા સાથે સગાઈ (Veda Krishnamurthy engagement ) કરશે. અર્જુન અને વેદ બંનેએ તેમની ખાસ પળોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને તસવીરો વાયરલ થઈ રહી છે.

ભારતીય ક્રિકેટર વેદ કૃષ્ણમૂર્તિ કરશે સગાઈ, પ્રપોસલના ફોટા વાયરલ
ભારતીય ક્રિકેટર વેદ કૃષ્ણમૂર્તિ કરશે સગાઈ, પ્રપોસલના ફોટા વાયરલ

By

Published : Sep 12, 2022, 7:50 PM IST

બેંગલુરુ:ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટર વેદ કૃષ્ણમૂર્તિ (Veda Krishnamurthy engagement ) જીવનના નવા તબક્કામાં પ્રવેશવા તૈયાર છે. તેણીના પારિવારિક સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે, તેની સગાઈ 18 સપ્ટેમ્બરે બેંગલુરુમાં થશે. વેદ કૃષ્ણમૂર્તિ આગામી ક્રિકેટર અર્જુન હોયસલા સાથે સગાઈ (Veda Krishnamurthy engaged with Arjun Hoysala ) કરશે. અર્જુન અને વેદ બંનેએ તેમની ખાસ પળોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને તસવીરો વાયરલ થઈ છે.

એન્ડ સી સેઈડ યસ:વેદ કૃષ્ણમૂર્તિ કોવિડ -19માં તેની માતા અને બહેનને ગુમાવ્યા પછી રફ પેચમાંથી પસાર થઈ રહ્યા છે. તે હાલમાં ભારતીય ટીમમાં નથી અને ટીમમાં પાછા ફરવા માટે તેના માર્ગો પર કામ કરી રહી છે. અર્જુનનો વેદ કૃષ્ણમૂર્તિ સમક્ષ ઘૂંટણિયે પડીને તેને પ્રપોઝ કરતો ફોટો વાયરલ થયો છે. અર્જુને ફોટોનું કેપ્શન આપ્યું છે "એન્ડ સી સેઈડ યસ". આ કપલે કર્ણાટકમાં એક મનોહર લોકેશન પર તેમની તસવીરો પણ શેર કરી છે.

કર્ણાટક તરફથી રમી ચૂક્યો :ડાબોડી બેટ્સમેન અર્જુન રણજી ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમી ચૂક્યો છે. તે કર્ણાટક પ્રીમિયર લીગમાં (Karnataka premiar league) વિવિધ ફ્રેન્ચાઈઝી માટે પણ રમ્યો હતો. કર્ણાટક મહિલા ક્રિકેટ ટીમના સભ્ય એવા ઓલરાઉન્ડર વેદા કૃષ્ણમૂર્તિએ 48 ODI અને 76 T20I રમી છે. તે 2017માં ODI વર્લ્ડ કપ અને 2020માં T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતી.

ABOUT THE AUTHOR

...view details