ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે જન્મદિવસને બનાવ્યો ખાસ અને યાદગાર

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Allrounder Akshar Patel) પણ સગાઈ કરી પોતાને મેહાના હવાલે કરી દીધો છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આ વર્ષે તેઓ લગ્નના બંધનમાં બંઘાઇ જશે. ડાબા હાથના સ્પિનરે (Indian spinner Akshar Patel) તેના 28માં જન્મદિવસ પર સગાઈ કરી આ ખાસ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવી દીધો છે.

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે જન્મદિવસને બનાવ્યો ખાસ અને યાદગાર
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે જન્મદિવસને બનાવ્યો ખાસ અને યાદગાર

By

Published : Jan 21, 2022, 5:20 PM IST

નવી દિલ્હીઃભારતીય સ્પિનર ​​અક્ષર પટેલે (Indian spinner Akshar Patel) તેની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી છે. અક્ષરે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Akshar patel Instagram account) પર તસવીર શેર કરીને ચાહકોને આ વિશે જાણકારી આપી હતી. પટેલનો જન્મદિવસ પણ 20 જાન્યુઆરીએ હતો, તેથી સગાઈનો દિવસ તેમના માટે વધુ ખાસ બન્યો, તેણે સગાઈ સાથે જોડાયેલી કેટલીક તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો

સગાઈની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા અક્ષર પટેલે લખ્યું કે, આ જીવનની નવી શરૂઆત છે, હવે અમે કાયમ માટે સાથે થઇ ગયા છીએ. અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ મેહા સાથેના તેના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં બન્ને એકબીજાને સગાઈની રીંગ પહેરાવતા દેખાઇ રહ્યાં છે.

અક્ષરે બર્થડેને બનાવ્યો ખાસ

અક્ષરે તેની બર્થડે પાર્ટી દરમિયાન જ સગાઈ કરવાનું નક્કી કર્યું હતું. જેનો અંદાજો બર્થડે પાર્ટીની તસવીરો પરથી લગાવી શકાય છે. શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, જ્યારે અક્ષર તેની ગર્લફ્રેન્ડ મેહાને સગાઈની રીંગ પહેરાવી રહ્યો છે, ત્યારે તેની પાછળ મેરી મીનું બોર્ડ પણ લગાવેલું છે, એટલે કે તેણે તેના જન્મદિવસને યાદગાર બનાવવાની તૈયારીઓ પહેલેથી જ કરી રાખી હતી.મે

મેહાએ પોતાના હાથ પર બનાવડાવ્યું ટેટૂ

સોશિયલ મીડિયા પર તેની સગાઈની તસવીરો શેર કરતા જ અક્ષ્યાને ખેલાડીઓ તરફથી અભિનંદન મળવા લાગ્યા હતા. જયદેવ ઉનડકટે અક્ષરને સગાઈ માટે ગુજરાતીમાં અભિનંદન પાઠવ્યા હતા, જેના પર અક્ષરે ફની જવાબ આપ્યો છે. પટેલની મંગેતરનું નામ મેહા છે. મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. મેહાએ પોતાના હાથ પર અક્ષુ નામનું ટેટૂ બનાવ્યું છે.

અક્ષરનું ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

વન ડે ફોર્મેટ પછી, તેણે 2015માં દેશ માટે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય (T20 International records) અને 2021માં પ્રથમ ટેસ્ટ મેચ (Test match 2022) રમી હતી. પટેલે દેશ માટે અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 10 ઇનિંગ્સમાં 11.9ની સરેરાશથી 36 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે પાંચ વખત પાંચ વિકેટ અને એક વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 38 રનમાં છ વિકેટ છે.

આ પણ વાંચો:

IND vs SA, 2nd ODI Live Score: બીજી વનડેમાં ભારત વાપસી કરવા મેદાને, 11 ઓવર પછી ક્રિઝ પર કોહલી-રાહુલ તૈનાત

LLC Cricket legue 2022: દિલ્હી હાઈકોર્ટે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મુદ્દે આપ્યો ચુકાદો

ABOUT THE AUTHOR

...view details