ગુજરાત

gujarat

ETV Bharat / sports

CWG 2022: ટેબલ ટેનિસની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને આપી માત - Birmingham latest news

મનિકા બત્રાની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટેબલ ટેનિસ (Indian Women's Table Tennis) ટીમે શુક્રવારે પ્રથમ ગ્રુપ બે મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 3-0થી જીત મેળવીને કોમનવેલ્થ ગેમ્સના (Commonwealth Games) ખિતાબ સંરક્ષણ અભિયાનની શરૂઆત કરી હતી. તે જ સમયે, સ્વિમર શ્રીહરિ નટરાજે 54.68 સેકન્ડના સમય સાથે 100 મીટર બેકસ્ટ્રોકની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે.

CWG 2022: ટેબલ ટેનિસની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને આપી માત
CWG 2022: ટેબલ ટેનિસની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને આપી માત

By

Published : Jul 29, 2022, 6:44 PM IST

બર્મિંગહામઃ કોમનવેલ્થ ગેમ્સ 2022થી ભારત માટે સારા સમાચાર છે. વાસ્તવમાં મનિકા બત્રાએ (Manika Batra) ટેબલ ટેનિસમાં પોતાની મેચ જીતી લીધી છે. મનિકાએ પ્રથમ ગેમ 11-5થી જીતી હતી. આ સાથે જ બીજી ગેમમાં 11-3 અને ત્રીજી ગેમમાં 11-2થી મેચ જીતી લીધી હતી. આ સાથે જ શ્રીહરિ નટરાજ (Srihari Nataraj) પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોકની સેમી ફાઇનલમાં (Semi Finals of Backstroke) પહોંચી ગયો છે. તેણે હીટ 4માં 54.68 સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચો:બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની ધમાકેદાર શરૂઆત...જૂઓ તસ્વીરો...

ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય: આ સાથે ભારતે દક્ષિણ આફ્રિકા પર 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય સ્ટાર મનિકા બત્રાની સામે મુશ્ફિકુહ કલામ (Mushfiquh Kalam) હતી. ભારતીય ખેલાડી મનિકા બત્રાએ પ્રથમ ગેમમાં મુશ્ફીકુહ કલામને 11-5ના માર્જીનથી હરાવ્યો હતો. પ્રથમ રમત દરમિયાન, તેણીએ તેના પ્રતિસ્પર્ધી પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. તે જ સમયે, બીજી ગેમમાં પણ મનિકા બત્રાએ તેના વિરોધીને કોઈ તક આપી ન હતી. તેણે આ રમત પણ એકતરફી રીતે સરળતાથી જીતી લીધી હતી. બત્રા છેલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. અકુલાએ બીજી સિંગલ્સમાં પટેલને 11-5, 11-3 અને 11-6થી હરાવીને ભારતની જીત પર મહોર મારી હતી. ભારતીય ટીમ બીજી મેચમાં ફિજી સામે ટકરાશે.

ABOUT THE AUTHOR

...view details