નવી દિલ્હી: અંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિના વર્ષ 2023ની સભાની યજમાની મુંબઈમાં કરવામાં આવશેત. IOC કાર્યકારી બોર્ડના વાર્ષિક સમ્મેલન માટે ભારતના શહેરની ભલામણ કરવામાં આવી છે.
1983 બાદ પ્રથમ વખત IOCના સત્રમાં યજમાની કરશે ભારત - OC અધ્યક્ષ થોમસ બાકે
ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટિના (IOC) અધ્યક્ષ થોમસ બાકે જણાવ્યું છે કે, અમે ભારતની પસંદગી કરી છે, કારણકે ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે. જેમાં યુવાઓની સંખ્યા સૌથી વધારે છે.
1983 બાદ પ્રથમ વખત IOCના સત્રમાં યજમાની કરશે ભારત
IOC મૂલ્યાંકન આયોગે જિયો વર્લ્ડ સેન્ટરની સુવિધાના વખાણ કર્યા છે. ત્યાર બાદ કાર્યકારી બોર્ડે મુંબઈના ઉમેદવારીની જાહેરાત કરી હતી. આ સમ્મેલન જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાઈ શકે છે. આ નિર્ણયને જુલાઈમાં યોજાઈ રહેલાં 136માં IOC સત્રમાં મંજૂર કરવામાં આવશે.
ભારતે આ પહેલા વર્ષ 1983માં નવી દિલ્હી ખાતે IOC સત્રનું આયોજન કર્યું હતું.