સ્પોર્ટ્સ ડેસ્ક: એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયાએ (AKFI) પાકિસ્તાનને પત્ર લખ્ચો છે. જેમાં AKFIએ કહ્યું છે કે, અમે સર્કલ કબડ્ડી વિશ્વકપ માટે કોઇ ટીમ નથી મોકલી. પાકિસ્તાનના લાહોરમાં જે ભારતીય ટીમ ગઇ છે. તે અમારી ઓફિશીયલ ટીમ નથી. AKFIએ પત્રમાં વધુમાં કહ્યું કે, આ ઓફિશીયલ ટીમને ભારતના તિરંગા સાથે રમવાની મંજૂરી નથી. પાકિસ્તાનમાં આવનાર અન ઓફિશીયલ ટીમ વિરૂદ્ધ રમત મંત્રાલય તપાસ કરી રહ્યું છે.
ભારતનો પાકિસ્તાનને પત્ર, લખ્યું-'કબડ્ડી વિશ્વકપની ભારતીય ટીમ ઓફિશીયલ ટીમ નથી' - એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા
એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયાએ (AKFI) પાકિસ્તાનને પત્ર લખ્ચો છે. જેમાં AKFIએ કહ્યું છે કે, અમે સર્કલ કબડ્ડી વિશ્વકપ માટે કોઇ ટીમ નથી મોકલી. પાકિસ્તાનના લાહોરમાં જે ભારતીય ટીમ ગઇ છે. તે અમારી ઓફિશીયલ ટીમ નથી.
ભારતીય રમત મંત્રાલયને કોઇ પણ સૂચના વગર 7 ફેબ્રુઆરીએ વાઘા બોર્ડરથી લાહોર પહોંચી હતી. આ ભારતીય ટીમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. આ ભારતીય ટીમાં લગભગ 45 ખેલાડી, 12 અધિકારીઓ અને કોચ સામેલ છે. રમત-ગમત પ્રધાન કિરણ રિજિજૂએ કહ્યું હતું કે, પાકિસ્તાન જવા માટે અમે એક પણ ખેલાડીને મંજૂરી નથી આપી. ખેલાડીઓને વિઝા આપવામાં અમારી કોઇ ભૂમિકા નથી.
પત્રમાં AKFIએ કહ્યું કે, પાકિસ્તાનમાં રમાઇ રહેલા કબડ્ડી વિશ્વકપ વિશે કોઇ જાણકારી નથી. આ ટુર્નામેન્ટના સંબંધમાં પાકિસ્તાને કોઇ સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. આ કબડ્ડી વિશ્વકપને AKFI માન્ય નથી ગણતો. કોઈ પણ ભારતીય ખેલાડી અથવા ટીમ મંજૂરી વગર ભાગ ન લઈ શકે. ઈન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના અધ્યક્ષ જનાર્દન સિંહ ગેહલોતે 11 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, આ વર્લ્ડકપ અપેક્સ બોડી દ્વારા માન્ય નહીં ગણાય.