નવી દિલ્હી કોરોના સંક્રમણના (Covid report positive test) કારણે, વધુ બે ખેલાડીઓેએ યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપન (India Open 2022) બૈડમિન્ટન ટૂર્નામેન્ટના (Badminton World Federation) મુખ્ય ડ્રોના મિક્સ ડબલ સેમિફાઇનલમાંથી નામ પાછું ખેચી લીધુ છે.
અલીમોવ કોરોના સંક્રમિતદ્વિતીય ક્રમાંકિત રશિયન મિક્સ્ડ યુગલ ખેલાડી રોડિયોન અલીમોવ કોરોના સંક્રમિત (Corona case in india) હોવાનું જણાયું હતું. ઉલ્લેખનીય છે કે, તેણે ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે. આ ઇન્ડિયા ઓપન બૈડમિન્ટન ટૂર્નામેન્ટએ ઇનામની ધનરાશિ ચાર લાખ ડોલર રાખવામાં આવી છ.
એલિના દાવેલતોવે પણ ટૂર્નામેન્ટમાંથી પીછેહટ કરીતેની મિશ્ર ડબલ્સ પાર્ટનર એલિના દાવેલતોવાને પણ તેના સંપર્કમાં હોવાના કારણે તેણે પણ પાછી ખેંચી લેવી પડી છે. આ સાથે ઈન્ડોનેશિયાના યોંગ કેઇ ટૈરી હી અને વેઈ હાન તાનને વોકઓવર મળ્યો હતો.
બૈડમિન્ટન વર્લ્ડ ફેડરેશને આપી જાણકારીબૈડમિન્ટન વર્લ્ડ ફેડરેશને આપેલા નિવેદનમાં જણાવાયું છે કે, શુક્રવારના ખેલાડીનો RT PCR ટેસ્ટ RT PCR test Report પાઝિટિવ આવ્યો હતો આ સાથે તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટમાંથી નીકળી ગયાં છે. આ ઉપરાંત તેના હરીફોને વોકઓવર મળી ગયો છે.