- ઈન્ડિયા ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ
- ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી જીત
- ન્યુઝીલેન્ડનું પ્રદર્શન મુંબઈ ટેસ્ટમાં ઘણું ખરાબ રહ્યું
મુંબઈઃ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર(India tops ICC Test rankings) પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી જીત મેળવ્યા બાદ આ સિદ્ધિ મેળવી હતી. કાનપુરમાં રમાયેલી ટેસ્ટ કિવી ટીમ દ્વારા ભાગ્યે જ ડ્રૉ કરવામાં આવી હતી. જ્યારે મુંબઈ ટેસ્ટમાં સોમવારે મેચના ચોથા દિવસે તેને 372 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈતિહાસમાં રનના સંદર્ભમાં ભારતની આ સૌથી મોટી જીત
વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનટીમ ન્યુઝીલેન્ડનું પ્રદર્શનમુંબઈ ટેસ્ટમાં ઘણું ખરાબ રહ્યું હતું. ટીમ પ્રથમ દાવમાં 62 રન અને બીજી ઈનિંગમાં 167 રન જ બનાવી શકી હતી. ઘરઆંગણે ટેસ્ટ મેચના ઈતિહાસમાં રનના સંદર્ભમાં ભારતની આ સૌથી મોટી જીત છે.
ટેસ્ટમાં ભારતની મોટી જીત બાદ તેનો રેટિંગ પોઈન્ટ 124
મુંબઈ ટેસ્ટમાં ભારતની મોટી જીત (India's big win in Mumbai Test)બાદ તેનો રેટિંગ પોઈન્ટ 124 થઈ ગયો છે. તે 3 હજાર 465 માર્કસ પહોંચી ગયા છે. બીજા નંબર પર રહેલી ન્યુઝીલેન્ડની ટીમના 3 હજાર 021 પોઈન્ટ અને 121 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે અને ઈંગ્લેન્ડ ચોથા નંબર પર છે. પાકિસ્તાન પાંચમા સ્થાને છે.તે પછી છઠ્ઠા સ્થાને દક્ષિણ આફ્રિકા, સાતમા સ્થાને શ્રીલંકા અને આઠમા સ્થાને વેસ્ટ ઈન્ડિઝ છે. રેન્કિંગમાં બાંગ્લાદેશ નવમા અને ઝિમ્બાબ્વે દસમા સ્થાને છે.