હાંગઝોઉ:19મી એશિયન ગેમ્સનો આજે 11મો દિવસ છે. ભારતે જે રીતે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો તે જ રીતે તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો. જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સ 2018માં ભારતે 70 મેડલ જીત્યા હતા અને આ વખતે એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં 71 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સ સમાપ્ત થવામાં હજુ 4 દિવસ બાકી છે, ભારત મેડલની સંખ્યા 100થી આગળ લઈ જવાનો પ્રયાસ કરશે. અમારા ખેલાડીઓના સમર્પણ અને સખત મહેનતે આ ક્ષણ શક્ય બનાવી છે.
ભારતે 2018નો રેકોર્ડ તોડ્યો: રામ બાબુ અને મંજુ રાની એ એશિયન ગેમ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મંજુ રાની અને રામ બાબુએ 35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતનો દિવસનો પ્રથમ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે પાછલી આવૃત્તિના મેડલની બરાબરી કરી લીધી છે. જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ 2018માં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા. જકાર્તામાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓએ બુધવારે અહીં એશિયન ગેમ્સમાં મેડલની દ્રષ્ટિએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને અગાઉની ગેમ્સના 70 મેડલને પાછળ છોડી દીધા હતા.