ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતે પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડીઝને ચટાડી ધૂળ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચેની ત્રણ મેચની વનડે સીરીઝ (ODI series) માં ભારતે જીત મેળવી છે અને આ સીરીઝની પ્રથમ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાઈ રહી હતી. ભારત હાલમાં જ ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતીને પરત ફર્યું છે, પરંતુ વિન્ડીઝ પ્રવાસ પર ટીમ અલગ છે. ભારતીય ટીમની કમાન શિખર ધવનના હાથમાં હતી અને આ પ્રવાસ માટે ભારત તરફથી ઘણા મુખ્ય ખેલાડીઓને આરામ પણ આપવામાં આવ્યો હતો.

ભારતે પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડીઝને ચટાડી ધૂળ
ભારતે પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડીઝને ચટાડી ધૂળ

By

Published : Jul 23, 2022, 9:52 AM IST

પોર્ટ ઓફ સ્પેનઃ વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામેની ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક વિજય નોંધાવીને 1-0ની સરસાઈ મેળવવામાં સફળતા મેળવી છે. ટીમ ઈન્ડિયાએ (Indian team) આ મેચ ત્રણ રને જીતી લીધી હતી. કેપ્ટન ધવનને તેની શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. ભારત માટે ટોપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી કેપ્ટન શિખર ધવને 97 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે ધવનને સપોર્ટ કરતા 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે શ્રેયસ અય્યરે પણ 54 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો:World Athletics Championships: પહેલા જ પ્રયાસમાં મારી બાજી, ફાઇનલમાં પહોંચ્યા નીરજ ચોપરા

વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી ન રહી: લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 305 રન જ બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝે (West Indies) પાંચમી ઓવરમાં જ તેના સ્ટાર ઓપનર હોપની વિકેટ ગુમાવી દીધી હતી. હોપે માત્ર 7 રન જ બનાવ્યા હતા, પરંતુ તે પછી બ્રુક્સ સાથે મળીને મિયર્સે લીડ મેળવી હતી. બ્રુક્સ અને મિયર્સ વચ્ચે બીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ હતી. શાર્દુલ ઠાકુરે બ્રુક્સની વિકેટ લઈને આ ભાગીદારી તોડી હતી. છેલ્લી 6 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 60 રનની જરૂર હતી. હુસૈન સાથે કિંગે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને જાળવી રાખ્યું હતું. પરંતુ ચહલ સામે કિંગ વધુ સમય ટકી શક્યો ન હતો અને 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સિરાજ, ચહલ અને શાર્દુલે સમયાંતરે વિકેટ લઈને ભારતને મેચમાં વાપસી અપાવી હતી.

આ પણ વાંચો:શ્રીલંકામાં નહીં યોજાઈ એશિયા કપ, UAE સહિત આ દેશોને મળી શકે છે હોસ્ટિંગ

ભારતે 3 રને જીત પોતાના નામે કરી: હુસૈન, શેફર્ડ સાથે મળીને વેસ્ટ ઈન્ડિઝને જીતની (India vs West Indies) ખૂબ નજીક લઈ ગયા હતા. શેફર્ડે 39 અને હુસૈને 33 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત તરફથી સિરાજ, ચહલ અને શાર્દુલે બે-બે વિકેટ ઝડપી હતી. રોમાંચક મેચ ક્યારેક ભારતના કોર્ટમાં તો ક્યારેક વેસ્ટ ઈન્ડિઝમાં જતી જોવા મળી હતી અને અંતે ભારતે આ મેચ 3 રને જીત પોતાના નામે કરી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details