ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે વર્ષ 2023ની અંતિમ ટી20 શ્રેણી, જાણો અત્યાર સુધીની ભારત-દ.આફ્રિકાની 8 શ્રેણીનો ઈતિહાસ - ટીમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં 2023ની પોતાની અંતિમ T20 શ્રેણી દક્ષિણ આફ્રિકા સામે રમવા જઈ રહી છે. આ 3 મેચોની સિરીઝ 10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી રમાશે. તો આ સીરીઝ પહેલા આજે અમે આપને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી તમામ સીરીઝ વિશે જણાવવા જઈ રહ્યાં છે.

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે વર્ષ 2023ની અંતિમ ટી20 શ્રેણી
ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે વર્ષ 2023ની અંતિમ ટી20 શ્રેણી

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 12:42 PM IST

નવી દિલ્હીઃભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારથી 3 T20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. આ સીરિઝમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે, જ્યારે રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટનની ભૂમિકામાં હશે. આ સિરીઝમાં બધાની નજર રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ, રવિ બિશ્નોઈ અને મુકેશ કુમાર પર રહેશે. આ સીરીઝ પહેલા અમે આપને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી છેલ્લી T20 સીરીઝના આંકડાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતે દક્ષિણ આફ્રિકાને 4 વખત હરાવ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 T20 શ્રેણી રમાઈ છે, જેમાંથી ભારતે 4 શ્રેણી જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ 2 શ્રેણી જીતી છે. આ બંને વચ્ચે 2 સિરીઝ ડ્રો પણ રહી છે. આ વખતે પણ ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. જોકે, દક્ષિણ આફ્રિકા ઘરઆંગણે રમી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને હળવાશથી લેવું ટીમ ઈન્ડિયા માટે ભારે પડી શકે છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 8 શ્રેણી રમાઈ

  • વર્ષ 2006માં ભારતે વીરેન્દ્ર સેહવાગની કપ્તાની હેઠળ દક્ષિણ આફ્રિકામાં 1 મેચની પ્રથમ T20 શ્રેણી રમી હતી, જે ભારતે જીતી હતી.
  • દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2010માં ભારતે 1 મેચની બીજી શ્રેણી રમી હતી. એમએસ ઘોનીની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી હતી.
  • ભારતે 2011માં દક્ષિણ આફ્રિકામાં ફરી એક વાર 1 મેચની T20 શ્રેણી રમી હતી. આ સિરીઝમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે ભારત હાર્યું હતું.
  • ધોનીની કપ્તાની હેઠળ, 2015 માં, ભારતે દક્ષિણ આફ્રિકા સાથે 3 મેચની T20 શ્રેણી રમી હતી, જે દક્ષિણ આફ્રિકાએ 2-0થી જીતી હતી.
  • વર્ષ 2017માં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ હતી. ભારતે આ શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
  • વર્ષ 2019માં વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ હતી, જે 1-1થી ડ્રો રહી હતી.
  • ઋષભ પંતની કપ્તાની હેઠળ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 T20 મેચોની શ્રેણી રમાઈ હતી. આ શ્રેણી 2-2થી ડ્રો રહી હતી.
  • ઓક્ટોબર 2022માં રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાઈ હતી, જે ભારતે 2-1થી જીતી હતી.
  1. રવિ બિશ્નોઈ બન્યો વર્લ્ડ નંબર 1 T20 બોલર, સૂર્યકુમાર યાદવ પણ ટોપ પર
  2. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20માં કોનું પલડુ છે ભારી, જાણો શું કહે છે આંકડા

ABOUT THE AUTHOR

...view details