ગુજરાત

gujarat

ETV Bharat / sports

રાજ્યકક્ષાના સૌથી મોટા એર રાયફલ શૂટિંગ રેન્જ ભવનનું સુરતમાં ઉદ્ઘાટન - latest news of surat

સુરત: રાજ્યકક્ષાના સૌથી મોટા એર રાયફલ શૂટિંગ રેન્જ ભવનનું ઉદ્ઘાટન સુરત ખાતે રાજ્યના રમત-ગમત પ્રધાનના વરદ હસ્તે કરવામાં આવ્યું. જ્યાં શહેરના સાંસદ સહિત શાળાના ટ્રસ્ટી તેમજ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ અંગે સુરત ડિસ્ટ્રીકટ રાઇફલ એસોસિયેશનના સેક્રેટરીએ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યકક્ષાના સૌથી મોટા એર રાયફલ શૂટિંગ રેન્જ ભવનનું ઉદ્ઘાટન
રાજ્યકક્ષાના સૌથી મોટા એર રાયફલ શૂટિંગ રેન્જ ભવનનું ઉદ્ઘાટન

By

Published : Dec 31, 2019, 6:11 PM IST

સુરતના ભટાર ખાતે આવેલ ખાનગી શાળામાં આજ રોજ ગુજરાત કક્ષાની એર રાઇફલ શૂટિંગ રેન્જ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના રમત-ગમત પ્રધાન ઈશ્વર પરમાર પણ ખાસ હાજર રહ્યા હતા.

દરમિયાન સુરત ડિસ્ટ્રીકટ એર રાઇફલ રેન્જ એસોસિયેશનના સેક્રેટરીએ હાજર રહી શાળાના વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત શહેરના બાળકોને એર રાઇફલ શૂટિંગમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવા પ્રયાસ થકી સુરત ખાતેથી રાજયકક્ષાના એર રાઇફલ શૂટિંગ રેન્જ ભવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્યકક્ષાના સૌથી મોટા એર રાયફલ શૂટિંગ રેન્જ ભવનનું ઉદ્ઘાટન

સામાન્ય રીતે શાળામાં બાળકોને પુસ્તકનું જ્ઞાન અને રમત ગમતનું જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ સુરતની એક શાળાએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. બાળકોને તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે આ શાળાએ બાળકોને રસોઈ કરતા શીખવવાની શરૂઆત કરી છે. સાથે સાથે શૂટિંગ શીખવાનું પણ શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details