નવી દિલ્હી: હોકી વર્લ્ડ કપ 2023 ભુવનેશ્વર અને રાઉરકેલામાં 13 થી 29 જાન્યુઆરી દરમિયાન(HOCKEY WORLD CUP OPENING CEREMONY ) રમાશે. કટકના બારાબતી સ્ટેડિયમમાં આજથી વર્લ્ડ કપની ઔપચારિક શરૂઆત થશે. ઉદઘાટન સમારોહમાં બોલિવૂડ (Hockey World Cup 2023 News)સ્ટાર રણબીર સિંહ અને અભિનેત્રી દિશા પટણી પરફોર્મ કરશે.
દર્શકોને મંત્રમુગ્ધ કરશે:પ્રીતમ, લીશા મિશ્રા, પદ્મશ્રી અરુણા મોહંતી, નીતિ મોહન, બેની દયાલ અને બ્લેક સ્વાન ડાન્સ ગ્રુપ પણ ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કરશે. સમારોહમાં ઓડિશાની ગાયિકા શ્રેયા લેંકા પણ પર્ફોર્મન્સ આપશે. ઓપનિંગ સેરેમનીમાં બ્લેક સ્વાન તેના ડાન્સના જાદુથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
ભારતની વર્લ્ડ કપ ટીમ:
પીઆર શ્રીજેશ, કૃષ્ણ પાઠક, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, અમિત રોહિદાસ (વાઈસ-કેપ્ટન), નીલમ સંજીપ એક્સ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ , આકાશદીપ સિંહ , મનદીપ સિંહ , લલિત કુમાર ઉપાધ્યાય , અભિષેક , સુખજીત સિંહ , રાજકુમાર પાલ , જુગરાજ સિંહ.