નવી દિલ્હીઃભારતીય ટીમે FIH મેન્સ હોકી વર્લ્ડ કપની ક્રોસઓવર મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર કરી હતી. કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી પૂલ ડીની મેચમાં બંને ટીમો નિર્ધારિત સમયના અંત સુધી 3-3ની બરાબરી પર હતી. જે બાદ મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી હતી. જ્યાં ન્યૂઝીલેન્ડે ભારતને 5-4થી હરાવ્યું હતું. 24 જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ સામે થશે. આ સાથે જ યજમાન ભારત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું.
આવો રોમાંચ પેનલ્ટી શૂટઆઉટનો હતો
ભારત અને ન્યુઝીલેન્ડે 9-9 પ્રયાસો કર્યા હતા. જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 4 ગોલ કર્યા હતા. પ્રથમ પ્રયાસઃ શૂટઆઉટની શરૂઆત ભારતીય કેપ્ટન હરમનપ્રીતના ગોલથી થઈ હતી. જે બાદ ન્યૂઝીલેન્ડના નિક વૂડે બરાબરીનો ગોલ કર્યો હતો. રાજકુમાર પાલે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. સીન ફિન્ડલેએ ફરીથી સ્કોર 2-2થી બરાબરી કરી હતી. અભિષેક ગોલ ચૂકી ગયો અને હેડન ફિલિપ્સે ગોલ કરીને મુલાકાતી ટીમને 3-2થી આગળ કરી દીધી.
ગોલકીપર પીઆર શ્રીજેશ શૂટઆઉટના છઠ્ઠા પ્રયાસમાં ઘાયલ થયો હતો
શૂટઆઉટ દરમિયાન ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશ ઘાયલ થયો હતો. જે બાદ કૃષ્ણ બહાદુર પાઠક બે વખત ગોલ રોકવામાં નિષ્ફળ રહ્યો હતો અને ભારતને મેચ ગુમાવવી પડી હતી.
ત્રીજો ક્વાર્ટર પૂરો થયો, ભારત ન્યૂઝીલેન્ડ સામે 3-2થી આગળ છે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની રમતનો ત્રીજો ક્વાર્ટર સમાપ્ત થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા ત્રણ ક્વાર્ટર બાદ 3-2થી આગળ છે. તેના માટે લલિત ઉપાધ્યાયે પહેલો, સુખજીત સિંહે બીજો અને વરુણ કુમારે ત્રીજો ગોલ કર્યો હતો. તે જ સમયે ન્યૂઝીલેન્ડ માટે સેમ લેને પ્રથમ અને કેન રસેલે બીજો ગોલ કર્યો હતો.
ભારત માટે ત્રીજો ગોલ વરુણ કુમારે કર્યો હતો
ભારતને 40મી મિનિટે વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો. આના પર ટીમ ઈન્ડિયાએ શાનદાર ગોલ કર્યો છે. આ પેનલ્ટી કોર્નર પર વરુણ કુમારે શાનદાર ગોલ કર્યો હતો. ટીમ ઈન્ડિયા હવે મેચમાં 3-1થી આગળ છે.
India vs South Africa: જંગી મહેનત છતા મેચ ડ્રો થતા ભારત ક્લીન સ્વીપ ચૂકી ગયું
હાફ ટાઈમ પૂરો થયો, ભારત ન્યુઝીલેન્ડ સામે 2-1થી આગળ છે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની હાફ ટાઈમ મેચ પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા બે ક્વાર્ટર બાદ 2-1થી આગળ છે. તેના માટે લલિત ઉપાધ્યાયે પહેલો અને સુખજીત સિંહે બીજો ગોલ કર્યો હતો. આ સાથે જ ન્યૂઝીલેન્ડ માટે સેમ લેને એક ગોલ કર્યો છે.