ગુજરાત

gujarat

ETV Bharat / sports

હિમાચલનો બોક્સર આશિષ ચૌધરી ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય - હિમાચલનો બોક્સર આશિષ ચૌધરી ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય

આશિષે રવિવારે સાંજે જોર્ડનના અમાન શહેરમાં રમાયેલી ઓલિમ્પિક ક્વોલિફાયની ત્રીજી મેચમાં 75 કિલો વજન વર્ગમાં ઇન્ડોનેશિયાના ખેલાડીને 5-0થી હરાવ્યો હતો. ભારતીય બોક્સરે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેના હરીફ બોક્સર સામે જીત મેળવી હતી.

himachal
હિમાચલ

By

Published : Mar 9, 2020, 1:58 PM IST

મંડી: બોક્સિંગ પ્લેયર આશિષ ચૌધરીએ ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાય કર્યું છે. તેથી દેશને હવે તેનાથી ગોલ્ડ મેડલની આશા છે. આશિષે રવિવારે સાંજે જોર્ડનના અમાન શહેરમાં રમાયેલી ઓલિમ્પિક ક્વોલિફાયરની ત્રીજી મેચમાં 75 કિલો વજન વર્ગમાં ઇન્ડોનેશિયાના ખેલાડીને 5-0થી હરાવ્યો હતો.

ભારતીય બોક્સરે શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને તેના હરીફ બોક્સર સામે જીત મેળવી હતી. તેના આ શાનદાર પ્રદર્શન બાદ તેના પ્રદેશમાં અને તેના ગામ સુંદરનગરમાં ખુશીની લહેર જોવા મળી છે. હવે લોકોને તેનાથી આશા છે કે, આશિષ ઓલિમ્પિકમાં પણ દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને આવશે.

હિમાચલનો બોક્સર

આશિષે તેની જીતનો શ્રેય પરિવાર તેમજ તેના સ્વર્ગવાસ પિતા ભગતરામ ડોગરાને આપ્યો છે. તેમણે કહ્યું કે, તેમના પિતા તેને ઓલિમ્પિકમાં રમતો જોઇ શક્ત પણ એક મહિના પહેલાં જ તે સ્વર્ગવાસ થઇ ગયા. તેણે વધુમાં જણાવ્યું કે, તે ગોલ્ડમેડલ જીતીને જ પાછો આવશે. તેની કામયાબી પાછળ તેના કોચ અને તેના સાથિયોનો ભરપૂર સહયોગ રહ્યો છે. તેમણે મને હમેંશા રમવા માટે પ્રોત્સાહિત કર્યો છે. આશિષનો જન્મ 8 જુલાઇ 1994ના રોજ થયો છે.

હિમાચલનો બોક્સર

બોક્સિંગ પ્લેયર આશિષ ચૌધરી મંડી જિલ્લાના સુંદરનગરમાં ગામમાં રહે છે. સુંદરનગર બોક્સિંગની નગરી પણ કહેવાય છે. તેમજ આ બોક્સરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકયા છે.

ABOUT THE AUTHOR

...view details