વડોદરા એમ એસ યુનિવર્સિટીમાં B Comના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ધનવિન ખોપકરની પસંદગી થઈ છે. ખો-ખોની ટીમની પસંદગી માટે રાજ્યભરમાંથી 36 ખેલાડીઓ આવ્યા હતા. જેમાંથી 15 ખેલાડીઓની પસંદગી નેપાળ ખાતે તારીખ 1થી 4 ડિસેમ્બર સુધી યોજાયેલી ખો-ખોની રમત માટે કરાઈ છે.
સાઉથ એશિયન ગેમ્સમાં ખો-ખોની ટીમમાં વડોદરાનાં ખેલાડીની પસંદગી - kho kho in south Asian games
વડોદરાઃ રાષ્ટ્રીયસ્તરે સાઉથ એશિયન ગેમ્સ માટે વડોદરાના ખેલાડી ધનવિન ખોપકરની પસંદગી થઈ છે. નેપાળ ખાતે 13મી સાઉથ એશિયન ગેમ્સનો પ્રારંભ થયો છે. ખો-ખોની ટીમમાં એકમાત્ર ગુજરાતી ખેલાડી ધનવિન ખોપકર છે.
gujarati player kho kho in south Asian games
ધનવિન ખોપકરની પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે સાઉથ એશિયન ગેમ્સ માટે પસંદગી થઈ છે. ટીમમાં મહારાષ્ટ્રમાંથી 7, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, તેલંગણા અને કર્ણાટકથી 1 તેમજ કેરળના 2 ખેલાડીઓનો ટીમમાં સમાવેશ થયો છે.