ગુજરાત

gujarat

ETV Bharat / sports

Fastest 100 Metres in High Heels : સ્પેનના દોડવીરે બતાવી ચિત્તા જેવી ચપળતા, હાઈ હીલ્સમાં દોડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - હાઈ હીલ્સ પહેરીને 100 મીટરની દોડ

સ્પેનના એક એથ્લેટે ચિત્તા જેવી ચપળતા બતાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દોડવીર ક્રિશ્ચિયન રોબર્ટો લોપેઝ રોડ્રિગ્ઝે હાઈ હીલ્સ પહેરીને 100 મીટરનું અંતર 12.82 સેકન્ડમાં પૂરું કરવાની સિદ્ધિ મેળવી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Etv BharatFastest 100 Metres in High Heels
Etv BharatFastest 100 Metres in High Heels

By

Published : Jun 27, 2023, 12:36 PM IST

નવી દિલ્હીઃ વર્લ્ડ રેકોર્ડ બનાવવો એટલો સરળ નથી. જો તમારી ભાવનાઓ ઉંચી ઊડી રહી હોય તો તમને કોઈ રોકી શકશે નહીં. સ્પેનિશ એથ્લેટ ક્રિશ્ચિયન રોબર્ટો લોપેઝ રોડ્રિગ્ઝે આ વાત સાચી સાબિત કરી છે. તેણે 100 મીટર દોડીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જ્યારે પણ દુનિયાના સૌથી ઝડપી દોડવીરોનો ઉલ્લેખ થાય છે, ત્યારે તે સમયે યુસૈન બોલ્ટનું નામ ચોક્કસ આવે છે. એથ્લેટ ઉસૈન બોલ્ટ જમૈકાનો રનિંગ ચેમ્પિયન છે. બોલ્ટે 100 મીટરની દોડમાં પણ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

હાઈ હીલ્સમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડઃસ્પેનના ક્રિશ્ચિયન રોબર્ટોએ 100 મીટર દોડના ચેમ્પિયન યુસૈન બોલ્ટના રેકોર્ડથી થોડીક સેકન્ડ પાછળ રહીને અનોખો રેસ વ્યૂ રજૂ કર્યો છે. રોબર્ટોએ 100 મીટર રેસમાં હાઈ હીલ્સના સેન્ડલ પહેરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 34 વર્ષીય રોબર્ટોના આ રેકોર્ડને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 55 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં સ્પેનના રોબર્ટો લોપેઝ ચિતાની જેમ દોડતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ક્રિશ્ચિયન રોબર્ટો યુસૈન બોલ્ટના રેકોર્ડની નજીકઃ એથ્લેટ ક્રિશ્ચિયન રોબર્ટો લોપેઝ રોડ્રિગ્ઝનો વીડિયો 23 જૂન શુક્રવારનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ક્રિશ્ચિયન રોબર્ટો મહિલાઓની હાઈ હીલ્સ પહેરીને ઝડપથી દોડી રહ્યો છે. 2.76 ઇંચની સ્ટીલેટો હીલ્સ પહેરીને તેણે 100 મીટરની રેસ 12.82 સેકન્ડમાં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે રોબર્ટો યુસૈન બોલ્ટના રેકોર્ડથી 3.4 સેકન્ડ પાછળ છે. આ કારણે લોકો ક્રિશ્ચિયન રોબર્ટોની સરખામણી યુસૈન બોલ્ટ સાથે કરી રહ્યા છે. આ માટે રોબર્ટોની ઘણી પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો:

  1. ICC World Cup 2023 : વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ, ટ્રોફી 1,20,000 ફૂટની ઊંચાઈએ લોન્ચ કરાઈ
  2. Surat News : ડ્રેગન બોટ સ્પર્ધા માટે ગુજરાતમાં સુવિધા નથી છતાં સુરત પોલીસની કોન્સ્ટેબલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ABOUT THE AUTHOR

...view details