ગુજરાત

gujarat

ETV Bharat / sports

Football World Cup 2022 : ફૂટબોલ વર્લ્ડ કપ 2022 ડ્રો, અમેરિકા ટકરાશે ઈરાન સાથે - ફૂટબોલ વર્લ્ડ કપ

ફૂટબોલ વર્લ્ડ કપનો (Football World Cup 2022) શુક્રવારે ડ્રો ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. ગ્રુપ Bમાં અમેરિકાનો મુકાબલો ઈરાન સાથે થશે. યુક્રેન પર રશિયાના હુમલાની અસર દોહા કન્વેન્શન સેન્ટર ખાતેના ડ્રો પર પણ પડી હતી કારણ કે ફૂટબોલ પ્રવૃત્તિઓના સ્થગિત થવાથી યુક્રેનની ક્વોલિફાય થવાની તકોમાં વિલંબ થયો હતો. હુમલાના કારણે રશિયા આ વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં.

ફૂટબોલ વર્લ્ડ કપ 2022 ડ્રો, અમેરિકા ટકરાશે ઈરાન સાથે
ફૂટબોલ વર્લ્ડ કપ 2022 ડ્રો, અમેરિકા ટકરાશે ઈરાન સાથે

By

Published : Apr 2, 2022, 2:00 PM IST

દોહાઃકતારમાં 21 નવેમ્બરથી શરૂ થઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપ (Football World Cup 2022) માટે શુક્રવારનો ડ્રો ઘણો રસપ્રદ રહ્યો હતો. આમાં ગ્રુપ બીમાં અમેરિકાનો મુકાબલો ઈરાન સાથે થશે, જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો હજુ પુનઃસ્થાપિત થયા નથી. ઈરાનના ક્રોએશિયન કોચ ડ્રેગન સ્કોસિકે કહ્યું કે, 'તે એક રાજકીય જૂથ છે, પરંતુ હું રાજકીય રીતે પ્રેરિત નથી. મારું ધ્યાન ફૂટબોલ પર છે. મને લાગે છે કે આ રમતમાં શ્રેષ્ઠ અભિગમ છે અને આપણે લોકોને પરિસ્થિતિ સુધારવાની તક આપવી જોઈએ.

આ પણ વાંચો :IPL 2022: IPL ફેન્સ માટે સારા સમાચાર 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ

રશિયા વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં :યુક્રેન પર રશિયાના હુમલાની અસર દોહા કન્વેન્શન સેન્ટર ખાતેના ડ્રો પર પણ પડી હતી કારણ કે ફૂટબોલ પ્રવૃત્તિઓના સ્થગિત થવાથી યુક્રેનની ક્વોલિફાય થવાની તકોમાં વિલંબ થયો હતો. યુક્રેન જૂનમાં પ્લેઓફમાં વેલ્સને અને ત્યારબાદ સ્કોટલેન્ડને હરાવશે, તો તેને 2006 પછી પ્રથમ વખત વર્લ્ડ કપ (Football World Cup 2022) રમવા મળશે. બીજી તરફ આ હુમલાને કારણે રશિયા વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. કતાર યજમાન તરીકે મધ્ય પૂર્વમાં યોજાનાર પ્રથમ વિશ્વ કપ માટે ક્વોલિફાય થયું હતું અને 21 નવેમ્બરે જ્યારે તેઓ ઇક્વાડોર સામે ટકરાશે ત્યારે ટૂર્નામેન્ટમાં તેની શરૂઆત કરશે.

સ્પેન અને જર્મની વચ્ચે રોમાંચક મુકાબલો :ટુર્નામેન્ટની શરૂઆતની મેચ આફ્રિકન ચેમ્પિયન સેનેગલ અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. નેધરલેન્ડના કોચ લુઈસ વાન ગાલે ગયા અઠવાડિયે કતારને વર્લ્ડ કપ (Football World Cup 2022) સોંપવાના નિર્ણયને 'હાસ્યાસ્પદ' ગણાવ્યો હતો. સાથે જ ગ્રુપ Eમાં 2010ની ચેમ્પિયન સ્પેન અને 2014ની વિજેતા જર્મની વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. ઉપરાંત, ગ્રૂપ Cમાં રોબર્ટ લેવાન્ડોવસ્કીની પોલેન્ડ સામે રમાતી લિયોનેલ મેસીની આર્જેન્ટિના સાથે તાજેતરના શ્રેષ્ઠ ફિફા વિજેતાઓની ટક્કર જોવા મળી શકે છે.

વર્લ્ડ ચેમ્પિયનનો નિર્ણય 18 ડિસેમ્બરે થશે :બીજી તરફ પ્રથમ રાઉન્ડની મેચમાં સાઉદી અરેબિયાનો સામનો મેક્સિકો સામે થશે. આ સાથે પોર્ટુગલ માટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આ સતત 5 વર્લ્ડ કપ ફાઈનલ હશે. ગ્રુપ Hમાં ઘાના, દક્ષિણ કોરિયા અને ઉરુગ્વે છે. આ વખતે ગ્રુપ Gમાં બ્રાઝિલની ટીમ રેકોર્ડ 6ઠ્ઠો વર્લ્ડ કપ ટાઇટલ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આ માટે ગ્રૂપ સ્ટેજમાં તેણે સ્વિટ્ઝર્લેન્ડ, સર્બિયા કોર કેમરૂનની અડચણ પાર કરવી પડશે. વર્લ્ડ ચેમ્પિયનનો નિર્ણય 18 ડિસેમ્બરે થશે.

આ પણ વાંચો :IPL 2022 : આજે થશે કોલકાતા vs પંજાબની ટીમની ટક્કર

ગ્રુપ સ્ટેજની મેચો માટેના 8 ગ્રુપ

ગ્રુપ A: કતાર, નેધરલેન્ડ, સેનેગલ, એક્વાડોર

ગ્રુપ B: ઈંગ્લેન્ડ, યુએસએ, ઈરાન, વેલ્સ અથવા સ્કોટલેન્ડ અથવા યુક્રેન

ગ્રુપ C: આર્જેન્ટિના, મેક્સિકો, પોલેન્ડ, સાઉદી અરેબિયા

ગ્રુપ D: ફ્રાન્સ, ડેનમાર્ક, ટ્યુનિશિયા, પેરુ અથવા ઓસ્ટ્રેલિયા અથવા સંયુક્ત આરબ અમીરાત

ગ્રુપ E: સ્પેન, જર્મની, જાપાન, કોસ્ટા રિકા અથવા ન્યુઝીલેન્ડ

ગ્રુપ F: બેલ્જિયમ, ક્રોએશિયા, મોરોક્કો, કેનેડા

ગ્રુપ G: બ્રાઝિલ, સ્વિટ્ઝર્લેન્ડ, સર્બિયા, કેમરૂન

ગ્રુપ H: પોર્ટુગલ, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા, ઘાના

ABOUT THE AUTHOR

...view details