તિરુવનંતપુરમ:કેરળની કોઝિકોડ પોલીસેભારતની ગોલ્ડન ગર્લ પી.ટી.ઉષા (India's golden girl P.T.Usha)અને અન્ય છ વિરુદ્ધ IPC કલમ 420 હેઠળ કેસ નોંધ્યો છે. પૂર્વ એથ્લેટ જેમ્મા જોસેફની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
બિલ્ડર પાસેથી 1,012 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો
ભૂતપૂર્વ એથ્લેટ જેમ્મા જોસેફે (Former athlete Gemma Joseph)ફરિયાદ કરી છે કે તેણે એક બિલ્ડર પાસેથી 1,012 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેના બદલામાં તેણે વિવિધ હપ્તાઓમાં 46 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ આજદિન સુધી બિલ્ડરે તેને પ્લોટ સોંપ્યો નથી. તેણે આરોપ લગાવ્યો છે કે પીટી ઉષા પણ આ કેસમાં સામેલ છે.