ગુજરાત

gujarat

ETV Bharat / sports

First Female Indian Shuttler: ગુજરાતનું ગૌરવ 16 વર્ષની તસનીમ મીર, બૈડમિંટનમાં વિશ્વ વિક્રમ - Bulgarian Junior Championship

ગુજરાતની બૈડમિંટન ખેલાડી તસનીમ મીરે (Badminton player Tasneem Mire) 16 વર્ષની વયે ઈતિહાસ રચ્યો છે. 16 વર્ષની તસનીમે જૂનિયર બૈડમિંટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી (First Female Indian Shuttler) બની ગઈ છે. ગયા વર્ષના શાનદાર પ્રદર્શનને કારણે મીર નંબર 1 રેન્કિંગ પર પહોંચી ગઇ છે. આવું કારનામું કરનાર તે દેશની પ્રથમ ખેલાડી છે. પીવી સિંધુ અને સાઈના નેહવાલ જેવા અનુભવી ખેલાડીઓ પણ જુનિયર સ્તરે ક્યારેય નંબર 1 બની શક્યા નથી.

First Female Indian Shuttler: ગુજરાતનું ગૌરવ 16 વર્ષની તસનીમ મીર, બૈડમિંટનમાં વિશ્વ વિક્રમ
First Female Indian Shuttler: ગુજરાતનું ગૌરવ 16 વર્ષની તસનીમ મીર, બૈડમિંટનમાં વિશ્વ વિક્રમ

By

Published : Jan 13, 2022, 6:44 PM IST

હૈદરાબાદ: યુવા બૈડમિંટન ખેલાડી તસનીમ મીર (Badminton player Tasneem Mire) BWF જૂનિયર રેન્કિંગની અંડર-19 ગર્લ્સ સિંગલ કેટેગરીમાં વિશ્વની નંબર વન ખેલાડી બની ગઈ છે. આ સિદ્ધિ હાંસિલ કરનારી તસનીમ મીર પ્રથમ ભારતીય શટલર (First Female Indian Shuttler) છે.આખરે 16 વર્ષની તસનીમનો જુ્સ્સો અને મહેનત લાવ્યો રંગ. વિશ્વની નંબર વન ખેલાડી બનતાની સાથે વિશ્વમાં તસનીમે ભારતનો ડંકો વગાડયો છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સાથે તસનીમ બીજા સ્પોર્ટસમાં રુચી દાખવતા બાળકો અને લોકો માટે પ્રેરણા બની છે.

16 વર્ષની વયે 2021માં શાનદાર પ્રદર્શન કર્યું હતું

ગુજરાતની વતની તસનીમ નીર 16 વર્ષની વયે 2021માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનો તેને લાભ પણ પ્રાપ્ત થયો હતો. જેમાં તેણે ત્રણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેંટ જીતી ઇતિહાસ રચ્યો હતો. આ સાથે તેણે જૂનિયર વિશ્વ રૈંકિંગમાં ટોચનું સ્થાન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

જાણો તસનીમે PTI સાથે શું વાત કરી?

તસનીમ મીરે PTI સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, હું એમ ન કહી શકું કે મને તેની અપેક્ષા હતી બસ મને લાગ્તુ હતું કે, હું નંબર 1 બની શકીશ નહીં, કારણ કે કોરોનાની અસર ટૂર્નામેંટ પર પડી રહી હતી, પરંતુ મેં બુલ્ગારિયા, ફ્રાન્સ અને બેલ્જિયમમાં ત્રણ ઈવેન્ટ જીતી. તેનાથી હું ખરેખર ઉત્સાહિત અને ખુબ જ ખુશ છું કે, આખરે હું વિશ્વમાં નંબર વન બની ગઇ છું. આ ક્ષણ મારા માટે અમુલ્ય છે.

તસનીમનો નવો લક્ષ્ય

તસનીમે કહ્યું, "હવે મારૂ લક્ષ્ય માત્ર સિનિયર સર્કિટ (Senior circuit) પર આપીશ અને આવતા મહિને ઈરાન અને યુગાન્ડામાં રમવા માટે ઉત્સુક છું." મારું ધ્યાન હવે મારા વરિષ્ઠ રેન્કિંગમાં સુધારો કરવા પર છે. જો હું તેમાં સારા પ્રદર્શન સાથે વર્ષના અંત સુધીમાં ટોચના 200માં સ્થાન પ્રાપ્ત કરી શકું તો તે અમુલ્ય ક્ષણ હશે.

16 વર્ષની વયે પાછળ મૂક્યા સિધું અને સાયનાને

16 વર્ષની તસનીમે જે મુકામ હાંસિલ કર્યું છે, તે તો સિંધુ અને સાયના પણ નથી મેળવી શક્યા. સિંધુ તેના અંડર-19 દિવસો દરમિયાન વિશ્વની બીજા નંબરની ખેલાડી હતી અને તેલંગણાની સામિયા ઇમાદ ફારૂકી તેની નજીક આવી હતી, પરંતુ માત્ર બીજા સ્થાને સુધી જ પહોંચી શકી હતી.

તસનીમે ચાર મેડલ મેળવ્યાં

તસનીમ મીરના પિતા ગુજરાત પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર છે. તસનીમે જુનિયર ઈન્ટરનેશનલ લેવલ (Junior International Level) પર અત્યાર સુધીમાં ચાર ટાઈટલ જીત્યા છે. જેમાં બુલ્ગારિયન જુનિયર ચેમ્પિયનશીપ (Bulgarian Junior Championship), એલ્પ્સ ઈન્ટરનેશનલ અને બેલ્જિયન જુનિયર ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

એશિયા કપમાં ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કરશે સવિતા

Indian shuttler player: મારે મારા કૌશલ્યોને વધુ નિખારવાની જરૂર છેઃ સિંધુ

ABOUT THE AUTHOR

...view details