- જાપાનના ટોક્યોમાં આવતીકાલ (23 જુલાઈ)થી ઓલિમ્પિક (Tokyo Olympics) રમતની શરૂઆત થશે
- ભારતે આ વખતે ઓલિમ્પિકમાં (Tokyo Olympics) અત્યાર સુધીનું સૌથી મોટું દળ મોકલ્યું છે
- ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં 100થી વધારે એથ્લિટ, 18 કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
હૈદરાબાદઃ જાપાનના ટોક્યોમાં આવતીકાલ (23 જુલાઈ)થી ઓલિમ્પિક (Tokyo Olympics) રમતની શરૂઆત થઈ રહી છે. ત્યારે ભારતે આ વખતે ઓલિમ્પિકમાં અત્યાર સુધીનું સૌથી મોટું દળ મોકલ્યું છે. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં 100થી વધારે એથ્લિટ, 18 કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે દેશની આશા દેશના એથ્લિટ્સ સાથે જોડાયેલી છે. ભારતને આશા છે કે, દેશના એથ્લિટ્સ પોતાના ગળામાં મેડલ લઈને દેશમાં પરત ફરશે. તો દાવેદાર ખેલાડીઓ પણ પોતપોતાની ઈવેન્ટ્સની રાહ જોઈ રહ્યા હશે. તો આવો જાણીએ ખેલાડીઓનો સમગ્ર કાર્યક્રમ.
આ પણ વાંચો-Colombo ODI: ચાહરના બેટે શ્રીલંકાની જીતેલી બાજી હારમાં પલટી, ભારત 2-0થી આગળ
તીરંદાજી (Archery)
23 જુલાઈઃ પુરૂષ, મહિલા વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડ (Male, Women's Individual Qualification Round), સવારે 5.30 વાગ્યાથી
24 જુલાઈઃ મિશ્રિત ટીમ એલિમિનેશન (Mixed Team Elimination), મેડલ મેચ- અતનુ દાસ, દિપીકા કુમારી, સવારે 6 વાગ્યાથી
26 જુલાઈઃ પુરૂષ ટીમ એલિમિનેશન (Men's Team Elimination), મેડલ મેચ- અતનુ દાસ, પ્રવીણ જાધવ, તરૂણદીપ રાય, સવારે 6 વાગ્યાથી
27થી 30 જુલાઈઃ પુરૂષ અને મહિલા ક્વાલિફિકેશન એલિમિનેશન (Male and Female Qualification Elimination), મેડલ મેચ, TBD
એથ્લેટિક્સ (Athletics)
30 જુલાઈઃ પુરૂષોની 3,000 મીટર સ્ટીપલચેઝ હીટ- 5.47 AM (અવિનાશ સેબલ)
પુરૂષોની 400 મીટર હર્ડલ્સ હીટ - સવારે 7.25 વાગ્યે (જબીર એમ. પલ્લિયાલ)
મહિલાઓની 100 મીટર હીટ- બપોરે 3.10 વાગ્યે (દૂતી ચંદ)
4x400 મીટર મિક્સ્ડ રિલે (હીટ) - સાંજે 5.30 વાગ્યે (સાર્થક ભાંબરી, એલેક્સ એન્ટની, રેવતી વિરમણી, સુભા વેંકટેશન, ધનલક્ષ્મી શેખર)
31 જુલાઈઃ મહિલા ડિસ્કસ થ્રો ક્વાલિફાયર- સવારે 6 વાગ્યે (કમલપ્રીત કૌર, સીમા પુનિયા)
પુરૂષોની લાંબી કૂદ ક્વાલિફાયર- બપોરે 3.40 વાગ્યે (મુરલી શ્રીશંકર)
મહિલાઓની 100 મીટર સેમિફાઈનલ (જો દુતી ક્વાલિફાય કરે તો) બપોરે 3.45 વાગ્યે
4x400 મીટર મિશ્રિત રિલે ગોલ્ડ મેડલ મેચ (જો ભારત ક્વાલિફાય કરે તો) સાંજે 6.05 વાગ્યે
મહિલાઓની 100 મીટર ગોલ્ડ મેડલ મેચ (જો દુતી ક્વાલિફાય કરે તો) સાંજે 6.20 વાગ્યે
2 ઓગસ્ટઃ પુરૂષોની લાંબી કૂદની ફાઈનલ (જો ભારત ક્વાલિફાય કરે તો) સવારે 6.50 વાગ્યે
મહિલાઓની 200 મીટર હીટ - સવારે 7 વાગ્યે (દુતી ચંદ)
મહિલા ડિસ્કસ થ્રો ગોલ્ડ મેડલ મેચ (જો ભારત ક્વાલિફાય કરે તો) સાંજે 5.30 વાગ્યે
પુરૂષોની સ્ટીપલચેઝ ગોલ્ડ મેડલ મેચ (જો ભારત ક્વાલિફાય કરે તો) સાંજે 5.45 વાગ્યે
3 ઓગસ્ટઃ મહિલા ભાલા ફેંક ક્વાલિફાયર - સવારે 5.50 વાગ્યે (અન્નુ રાની)
પુરૂષોની 400 મીટર અવરોધ રોડ ગોલ્ડ મેડલ મેચ (જો ભારત ક્વાલિફાય કરે તો) સવારે 8.50 વાગ્યે
પુરૂષોની શોટપૂટ ક્વાલિફિકેશન- સાંજે 5.45 વાગ્યે (તજિંદર પાલ સિંહ તૂર)
મહિલાઓની 200 મીટર ફાઈનલ (જો ભારત ક્વાલિફાય કરે તો) - સાંજે 6.20 વાગ્યે
4 ઓગસ્ટઃ પુરૂષોની ભાલા ફેંક ક્વિફિકેશનઃ સાંજે 5.35 વાગ્યે (નીરજ ચોપડા)
5 ઓગસ્ટઃ પુરૂષોની શોટ પુટ ગોલ્ડ મેડલ મેચ (જો ભારત ક્વાલિફાય કરે તો) સવારે 7.35 વાગ્યે
પુરૂષોની 20 KM રેસ વોક ગોલ્ડ મેડલ મેચ- બપોરે 1 વાગ્યે (સંદીપ કુમાર, રાહુલ રોહિલા અને ઈરફાન કોલોથમ થોડી)
6 ઓગસ્ટઃ પુરૂષોની 50 કિમી રેસ વોક ગોલ્ડ મેડલ મેચ - 2 AM- 7:30 AM (ગુરપ્રીત સિંહ)
મહિલાઓની 20 કિમી રેસ વોક ગોલ્ડ મેડલ મેચ - બપોરે 1 વાગ્યે (પ્રિયંકા ગોસ્વામી, ભાવના જાટ)
મહિલા ભાલા ફેંક ગોલ્ડ મેડલ મેચ (જો ભારત ક્વાલિફાય કરે તો) સાંજે 5.20 વાગ્યે
7 ઓગસ્ટઃ પુરૂષોની ભાલા ફેંક ફાઈનલ (જો ભારત ક્વાલિફાય કરે તો) સાંજે 4.30 વાગ્યે
બેડમિન્ટન (Badminton)
30 જુલાઈઃ પુરૂષ સિંગલ રાઉન્ડ ઓફ- 16, સવારે 5.30 વાગ્યે અને બપોરે 12 વાગ્યે (બી સાઈ પ્રણીત)
પુરૂષ ડબલ ક્વાર્ટર ફાઈનલ- સવારે 5.30 વાગ્યે (સાત્વિકસાઈરાઝ રંકીરેડ્ડી/ ચિરાગ શેટ્ટી)
મહિલા સિંગલ રાઉન્ડ ઓફ- 16, બપોરે 12 વાગ્યે (પી.વી. સિંધુ)
31 જુલાઈઃ પુરૂષ ડબલ સેમિફાઈનલ- સવારે 5.30 વાગ્યે (જો ભારત ક્વાલિફાય કરે તો)
મહિલા સિંગલ ક્વાર્ટર ફાઈનલ- બપોરે 3.30 વાગ્યે (જો ભારત ક્વાલિફાય કરે તો)
1 ઓગસ્ટઃ પુરૂષ સિંગલ ક્વાર્ટર ફાઈનલ- સવારે 9.30 વાગ્યે (જો ભારત ક્વાલિફાય કરે તો)
મહિલા સિંગલ સેમિફાઈનલ- સાંજે 5 વાગ્યે (જો ભારત ક્વાલિફાય કરે તો)
પુરૂષ ડબલ બ્રોન્ઝ મેડલ મેચ - સાંજે 6 વાગ્યે
2 ઓગસ્ટઃ પુરૂષ સિંગલ સેમિફાઈનલ/મહિલા સિંગલ ફાઈનલ/ પુરૂષ ડબલ્સ ફાઈનલ- સવારે 10.30 વાગ્યે
પુરૂષ સિંગલ ફાઈનલઃ સાંજે 4.30 વાગ્યે
બોક્સિંગ (Boxing) (ફક્ત પહેલા રાઉન્ટનો સમય, બાકી ક્વાલિફિકેશનના આધારે રહેશે)
24 જુલાઈઃ મહિલા વેલ્ટર, RO -32 - સવારે 7:30 વાગ્યે (લોવલિના બોરગોહેન)
પુરૂષ વેલ્ટર, RO-32 - સવારે 9:54 વાગ્યે અને બપોરે 3:40 વાગ્યે (વિકાસ કૃષ્ણ)
25 જુલાઈઃ મહિલા ફ્લાય, RO-32 - સવારે 7:30 વાગ્યે અને બપોરે 1:30 વાગ્યે (મેરિ કોમ)
મહિલા મિડલ, RO-32 - સવારે 8:30 વાગ્યે (પૂજા રાની)
પુરૂષ લાઈટ, RO-32 - સવારે 8:48 વાગ્યે અને બપોરે 2:48 વાગ્યે (મનીષ કૌશિક)
26 જુલાઈઃ પુરૂષ ફ્લાય, RO-32 - સવારે 7:30 વાગ્યે અને બપોરે 1:30 વાગ્યે (અમિત પંઘાલ)
પુરૂષોની મીડલ, RO-32 - સવારે 9:06 વાગ્યે અને બપોરે 3.06 વાગ્યે (આશિષ કુમાર)
27 જુલાઈઃ મહિલા લાઈટ, RO-32 - બપોરે 3:30 વાગ્યે (સિમરનજિત કૌર)
29 જુલાઈઃ પુરૂષો સુપર હેવી, RO-16 - સવારે 8:30 વાગ્યે અને બપોરે 2:30 વાગ્યે (સતીષ કુમાર)
ઈક્વેસ્ટ્રિયન (Equestrian) - ફૌઝાદ મિર્ઝા આ આયોજનમાં એક માત્ર ભારતીય છે
24 જુલાઈ- 25, ડ્રેસેઝ - બપોરે 1.30 વાગ્યે
28 જુલાઈઃ ડ્રેસેઝ ફાઈનલ- બપોરે 2 વાગ્યે
30 જુલાઈ, 31ઃ આયોજન- સવારે 5 વાગ્યે અને બપોરે 2 વાગ્યે