ગુજરાત

gujarat

ETV Bharat / sports

દેશ માટે રમવાનું ચાલુ રાખીશ, હું નિવૃત્ત નથી થઈ રહ્યો: મેસ્સી - આર્જેન્ટિના

આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને (Argentina beat France to win the FIFA World Cup) ફિફા વર્લ્ડ કપ 2022નું ટાઈટલ (FIFA World Cup 2022) જીતી લીધું છે. આર્જેન્ટિનાને વર્લ્ડ કપ અપાવનાર લિયોનેલ મેસીએ કહ્યું છે કે તે ફૂટબોલમાંથી નિવૃત્તિ નહીં લે (Lionel Messi not going to retire) અને દેશ માટે રમવાનું ચાલુ રાખશે.

Etv Bharatદેશ માટે રમવાનું ચાલુ રાખીશ, હું નિવૃત્ત નથી થઈ રહ્યો: મેસ્સી
Etv Bharatદેશ માટે રમવાનું ચાલુ રાખીશ, હું નિવૃત્ત નથી થઈ રહ્યો: મેસ્સી

By

Published : Dec 19, 2022, 2:18 PM IST

દોહાઃઆર્જેન્ટિનાએફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને (Argentina beat France to win the FIFA World Cup) ફિફા વર્લ્ડ કપ 2022નું ટાઈટલ જીતી લીધું છે. વર્લ્ડ કપ પહેલા ચર્ચા ચાલી રહી હતી કે, લિયોનેલ મેસ્સીઆ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે. પરંતુ આ ચર્ચાઓ પર મેસ્સીનું નિવેદન આવ્યું છે. મેસીએ કહ્યું છે કે, તે હજુ ફૂટબોલને અલવિદા નહીં કહે અને રમવાનું ચાલુ રાખશે. તેના આ નિવેદન બાદ દુનિયાભરમાં તેના લાખો ચાહકો ખુશ થશે.

બીજી વખત ગોલ્ડન બોલનો એવોર્ડ જીત્યો:તેણે TYC સ્પોર્ટ્સને કહ્યું, 'હું નિવૃત્ત નથી થઈ રહ્યો. હું ચેમ્પિયન તરીકે રમવાનું ચાલુ રાખવા માંગુ છું' આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીને ગોલ્ડન બોલ એનાયત કરવામાં આવ્યો હતો, જે ફિફા વર્લ્ડ કપના શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવે છે. મેસ્સીએ બીજી વખત ગોલ્ડન બોલનો એવોર્ડ જીત્યો છે. 35 વર્ષીય મેસ્સી આ ટુર્નામેન્ટમાં ફ્રાન્સના કૈલિયન એમબાપ્પે પછી બીજા નંબરનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે.

આર્જેન્ટિના 36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું:જ્યાં એમ્બાપ્પેએ 8 ગોલ કર્યા, ત્યાં મેસ્સીએ 7 ગોલ કર્યા. તેણે સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે એક અને ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે એક ગોલ કર્યો હતો. મેસ્સીએ રાઉન્ડ-16માં ઓસ્ટ્રેલિયા સામે ગોલ કર્યો હતો. તેણે ગ્રુપ રાઉન્ડમાં સાઉદી અરેબિયા અને મેક્સિકો સામે પણ 1-1થી ગોલ કર્યો હતો. આર્જેન્ટિના 36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. તેણે 1986 પછી વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવી છે.

એક ભાવનાત્મક ક્ષણ છે: ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીત બાદ ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત HJ ગોબી ખુશ દેખાતા હતા. નવી દિલ્હીમાં આર્જેન્ટિનાની એમ્બેસીએ વિજયની ઉજવણી કરી હતી. આર્જેન્ટિનાના રાજદૂત ગોબીએ કહ્યું, 'તે એક ભાવનાત્મક ક્ષણ છે અને મને આશા છે કે આ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ નથી, હું તેને બીજા વર્લ્ડ કપમાં રમતા જોવા માંગુ છું.

ABOUT THE AUTHOR

...view details