નવી દિલ્હી: ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિકે અર્જુન એવોર્ડની યાદીમાંથી નામ દૂર કરવા પર ખેલ મંત્રાલય પર સવાલો ઉઠાવ્યાં હતાં. તેમણે વડાપ્રધાન મોદી અને રમત પ્રધાન કિરણ રિજીજુને ટ્વીટ કર્યું હતું. ખેલ મંત્રાલયે સાક્ષી મલિક અને વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂને અર્જુન એવોર્ડ ન આપવાનો નિર્ણય લીધો હતો.
આખરે કેમ સાક્ષી મલિકને જોઈએ છે અર્જુન એવૉર્ડ? જુઓ સાક્ષીની ETV સાથે ખાસ વાતચીત
ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં સાક્ષી માલિકે અર્જુન એવોર્ડ ન આપવા બદલ સરકારને આડે હાથ લઈ ખેલ મંત્રાલયને સવાલો કર્યા છે.
આ બંન્ને ખેલાડીઓને પહેલા જ દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર ખેલ રત્ન મળી ચુક્યો છે. સાક્ષીને-2016માં રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા અને મીરાબાઈ-2018માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ માટે ખેલ રત્ન આપવામાં આવ્યો હતો. આ અંગે ETV BHARAT સાથે સ્ટાર મહિલા રેસલરની પોતાની વાત શેર કરી છે.
સાક્ષીએ ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, હું નિરાશ છું અને સરકાર મારી સિદ્ધિઓને નજર અંદાજ કરી રહી છે. દરેક ખેલાડીનું સપનું હોય છે કે, તે બધા જ એવોર્ડ પોતાને નામ કરે, મને ખેલ રત્ન મળી ગયો તો અર્જુન એવોર્ડ કેમ ન મળે? ખેલાડી મહેનત શું કામ કરે છે? અર્જુન એવોર્ડ પણ રમતનો ખુબ પ્રતિષ્ઠિત એવોર્ડ છે. મારું સપનું છે કે, મારા નામ આગળ અર્જુન એવોર્ડ વિજેતા લાગે. ભારતની સ્ટાર રેસ્લર સાક્ષી મલિકે 2016માં બ્રોન્ઝ મેડલ જીત્યો, તેમજ ગ્લાસગોમાં રમાયેલ 2014માં કૉમનવેલ્થ ગેમમાં સિલ્વર, 2018માં ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેમમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 2014માં ગ્લાસગો કૉમનવેલ્થમાં સિલ્વર મેડલ જીત્યો છે.