હૈદરાબાદ: ભારતીય મુક્કાબાજ વિકાસ કૃષ્ણ યાદવે બુધવારે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન વિકાસે પોતાની ટ્રેનિંગ અને ટોક્યો ઓલિમ્પિક વિશે વાત કરી હતી. મહત્વનું છે કે, ટોક્યો ઓલિમ્પિક આ વર્ષે યોજાનારી હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે આ રમત આગામી વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે.
Exclusive: બોક્સર વિકાસ કૃષ્ણએ ટોક્યો ઓલિમ્પિકવ કઈક આવું કહ્યું... જ્યારે કોવિડ-19 ને કારણે થયેલા લોકડાઉન વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિકાસે કહ્યું કે, હું લોકડાઉનનો તમામ સમય મારા પરિવાર સાથે વિતાવું છું. લોકડાઉનને કારણે ટ્રેનિંગ લઈ શકતો નથી, જો કે હાલ ટ્રેનિંગનું વાતાવરણ પણ નથી.
વિકાસે કહ્યું કે, હું સવારે એક કલાક અને સાંજે એક કલાક ટ્રેનિંગ લઉ છું. ટ્રેનિંગ માટે કોઈ ચોક્કસ સમય નથી. ટોક્યો ઓલિમ્પિક મુલતવી રાખવા અંગે વિકાસે કહ્યું કે, "હું અન્ય ખેલાડીઓ વિશે જાણતો નથી, પરંતુ રમત મુલતવી રહેવાથી ખુશ છું. હવે મને તૈયારી માટે મારે ઘણો સમય મળી ગયો છે. હું દેશને ગોલ્ડ મેડલ આપવવા માંગુ છું. હું મારા દેશનો ધ્વજ ટોચ પર રાખવા માંગું છું."
કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતાડનાર વિકાસ હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતાડવા માંગે છે. કોવિડ -19ને કારણે આવતા વર્ષે ઓલિમ્પિક્સ પણ મુલતવી રાખવામાં આવશે, તો આ અંગે વિકાસે કહ્યું કે, હું નથી માનતો કે આવું થાય. મેડલ જીતવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે."