ગુજરાત

gujarat

ETV Bharat / sports

Euro Cup 2020: ડેન્માર્કને 2-1થી હરાવી ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું, ઈંગ્લેન્ડે વર્ષ 1966 પછી પહેલી વખત સેમિફાઈનલમાં બનાવી જગ્યા - વર્ષ 1966ના વર્લ્ડ કપ

ઈંગ્લેન્ડની ફૂટબોલની ટીમ (England football team) માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કારણ કે યુરો કપમાં ઈંગ્લેન્ડની ફૂટબોલની ટીમ (England football team) ડેન્માર્કને 2-1થી હરાવીને યુરો કપ 2020 (Euro Cup 2020) ફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, વર્ષ 1966 પછી ઈંગ્લેન્ડે પહેલી વખત સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. એટલે ઈંગ્લેન્ડ માટે આ બમણી ખુશી છે.

Euro Cup 2020: ડેન્માર્કને 2-1થી હરાવી ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું, ઈંગ્લેન્ડે વર્ષ 1966 પછી પહેલી વખત સેમિફાઈનલમાં બનાવી જગ્યા
Euro Cup 2020: ડેન્માર્કને 2-1થી હરાવી ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું, ઈંગ્લેન્ડે વર્ષ 1966 પછી પહેલી વખત સેમિફાઈનલમાં બનાવી જગ્યા

By

Published : Jul 8, 2021, 12:43 PM IST

  • Euro Cup 2020માં ઈંગ્લેન્ડે ડેન્માર્કને 2-1થી હરાવ્યું
  • ડેન્માર્કને હરાવી ઈંગ્લેન્ડની ફૂટબોલની ટીમ ફાઈનલમાં પહોંચી
  • વર્ષ 1966 પછી પહેલી વખત ઈંગ્લેન્ડની ટીમ સેમિફાઈનલમાં પહોંચી

લંડનઃ ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ (England football team) યુરો કપ 2020 (Euro Cup 2020)ના ફાઈનલમાં પહોંચી ગઈ છે. વર્ષ 1966ના વર્લ્ડકપ પછી ઈંગ્લેન્ડ પહેલી વખત સેમિફાઈનલની મેચ જીતી છે. હેરી કેનના ગોલે ઈંગ્લેન્ડની ટીમને ફાઈનલમાં પહોંચાડી છે. આ પહેલા તેમની પેનલ્ટી બચાવી લીધી હતી. બુધવારે ઈંગ્લેન્ડે ડેન્માર્કને 2-1થી હરાવીને યુરો કપના ફાઈનલમાં જગ્યા બનાવી છે. રવિવારે ટ્રોફી માટે તેમની ટક્કર હવે ઈટાલી સાથે થશે. ઈટાલીએ સેમિફાઈનલમાં તેની હરીફ સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું.

આ પણ વાંચો-ICC T20 International Rankingમાં કે.એલ. રાહુલને થયો ફાયદો, વિરાટ કોહલી પાંચમા સ્થાને યથાવત્

ડેન્માર્કના ફૂટબોલરના ગોલ પછી ઈંગ્લેન્ડના ફેન નિરાશ થયા હતા

વર્ષ 1966ના વર્લ્ડ કપ (1966 World Cup) પછી પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે ઈંગ્લેન્ડની ટીમે સેમિફાઈનલ મેચ જીતી છે. ઈંગ્લેન્ડેના હેરી કેન (Harry Kane)ને એક્સ્ટ્રા ટાઈમમાં કરેલા ગોલના (Goal) કારણે આ જીત મેળવી છે. આ પહેલી વખત બન્યું છે કે જ્યારે ઈંગ્લેન્ડ યુરોપિયન ચેમ્પિયનશિપની (European Championships) ફાઈનલમાં પહોંચી છે. આ પહેલા મેચની 30મી મિનિટમાં જ ડેન્માર્કે (Denmark) મિક્કેલ ડેમ્સગાર્ડના 25 મીટર દૂરથી મારવામાં આવેલી ફ્રી કિક ગોલ પર સ્કોર બનાવી લીધો હતો. આ ગોલ પછી ઈંગ્લેન્ડના ફેનમાં ખૂબ જ નિરાશા જોવા મળી હતી.

આ પણ વાંચો-MS Dhoni Birthday: 'રાંચીના રાજકુમાર' એવા ધોનીને જન્મદિવસની શુભેચ્છા

9 મિનીટ પછી સમગ્ર ચિત્ર બદલાઈ ગયું

જોકે, 9 મિનીટ પછી જ ઈંગ્લેન્ડે ડેન્માર્કના (Denmark) ડિફેન્સનું ચક્રવ્યૂહ તોડી સ્કોરને બરાબર કરી લીધું હતું. મેચના સેકન્ડ હાફમાં બંને ટીમ એકબીજા સામે કોઈ ગોલ ન કરી શકી.

ABOUT THE AUTHOR

...view details