ઈટીવી ભારત સાથે ખાસ મુલાકાતમાં ઑલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારે જણાવ્યું હતું કે, ઈટીવીના માધ્યમથી હું તમામ દેશવાસીઓને દીવાળીની શુભેચ્છા પાઠવું છું . ખેલાડીઓને પણ શુભકામના પાઠવું છું કે,દિવાળી બાદની તમામ ટુર્નીમેન્ટ ખેલાડીઓ માટે દિવાળી બનીને આવે.
ઑલિમ્પિકમાં કુશ્તી કેટલા મેડલ અપાવશે?
આવનાર ટુર્નામેન્ટ માટે ખૂબ સારી તૈયારી કરી છે અને ઑલિમ્પિક માટે તમામ ટીમ તૈયાર છે. અમે ઑલિમ્પિકમાં સારૂં પ્રદર્શન કરીશું અને દેશ માટે વધુ મેડલ લાવવાનો પ્રયત્ન કરીશું. મારૂં માનવું છે કે, ઑલિમ્પિકમાંકુશ્તીમાં સારૂં પ્રદર્શન જોવા મળશે. કુશ્તી ઉપરાંત બીજી રમતમાં પણ ખેલાડી સારૂં પ્રદર્શન કરશે. તમામ ખેલાડીઓએ અત્યારથી જ રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. તમામ ખેલાડી ઑલિમ્પિકમાં સારૂં પ્રદર્શન કરશે અને દેશ માટે મેડલ લાવવાના પ્રયાસો કરશે.
ઑલિમ્પિકમાં કોઈ પડકારો?
ગત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હું 8 વર્ષ બાદ રમ્યો હતો અને તેનો અનુભવ પણ ઘણો અલગ હતો. હાલ, હું આગામી ઑલિમ્પિકની તૈયારી માટે રાતદિવસ મહેનત કરી રહ્યો છે. જેમાં ગત મેચમાં મારા રહેલી ખામીઓને ધ્યાન રાખીને હું તેની પર કામ કરી રહ્યો છું. જેથી બીજી વખત એ કમજોરી સામે ન આવે. આવનાર ટુર્નામેન્ટમાં હું ઉત્તમ પ્રદર્શન કરવાના પ્રયાસો કરીશ.