દોહા(કતાર): ફિફા વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે ગાઢ લડાઈ જોવા મળી હતી. છેલ્લી ઘડી સુધી બંનેમાંથી એક પણ ટીમ ગોલ કરી શકી નહતી અને મેચ ડ્રો રહી હતી. (fifa world cup 2022 )ગ્રૂપ-બીની આ મેચ શનિવારે અલ બાયત સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ ડ્રો થયા બાદ ઈંગ્લેન્ડ ગ્રુપ સ્ટેન્ડિંગમાં ટોપ પર છે. ઈંગ્લેન્ડે બેમાંથી એક મેચ જીતી છે અને ડ્રોથી તેના ચાર પોઈન્ટ છે.
ENG VS USA: ઈંગ્લેન્ડ અમેરિકાની ટીમ એક પણ ગોલ ન કરી શકી, આખરે મેચ ડ્રો - fifa world cup
ફિફા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો. (fifa world cup 2022 )બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી અને મેચ ડ્રો રહી હતી.
ઈંગ્લેન્ડ પાંચમા સ્થાને:આ સાથે જ અમેરિકા બે ડ્રોથી બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. મેચની શ્રેષ્ઠ તક વેસ્ટન મેકેનીને મળી હતી, પરંતુ તે પણ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે કુલ 11 મેચ રમાઈ છે. જેમાંથી આઠ મેચ ઈંગ્લેન્ડ અને બે અમેરિકાએ જીતી છે જ્યારે એક મેચ ડ્રો રહી છે. ફિફા રેન્કિંગમાં પણ ઈંગ્લેન્ડ પાંચમા સ્થાને છે. જ્યારે અમેરિકા 16માં સ્થાને છે. ઈંગ્લેન્ડે FIFA વર્લ્ડ કપ 2022માં ઈરાન સામેની તેની શરૂઆતની મેચમાં છ ગોલ કર્યા હતા, પરંતુ આ મેચમાં તેનો કોઈ ખેલાડી ગોલ કરી શક્યો નહોતો.
ફોરવર્ડ ટિમ વેહ:અમેરિકાની આશા 22 વર્ષીય યુવા ફોરવર્ડ ટિમ વેહ પર હતી, (ENGLAND AND USA)પરંતુ તે પણ ગોલ કરી શક્યો નહોતો. વેલે વેલ્સ સામેની છેલ્લી 1-1ની ડ્રોમાં ગોલ કર્યો હતો. તેણે ઓપનિંગ ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. તેણે અમેરિકા માટે 26 મેચમાં ચાર ગોલ કર્યા છે.