લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કોરોના સામે જંગ લડવા અને અર્થતંત્રને ટકાવી રાખવા માટે છ કરોડ દસ લાખ પાઉન્ડ જેની ભારતીય ચલણ મુજબ કિંમત 571 કરોડ થાય છે. આટલી રકમનું પેકેજ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખેલાડીઓનાં વેતન ઉપર પણ કાપ મુકવાનો નિર્ણય લેવાયો છે.
ઈસીબીના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ ટૉમ હૈરિસને જણાવ્યુ હતું કે, 'આ સંકટનો સમય છે. ક્રિકેટ પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક સહાય આપવી એ અમારી પ્રાથમિકતા છે.'