ઓડિસાઃ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની પ્રથમ સિઝન 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાઈ રહી છે. જેમાં 100 મીટર સ્પર્ધામાં દુતી ચંદે ગોલ્ડ મેડલ જીત્યો છે. લેન 3માં દોડીને દુતીએ 100 મીટર દોડ ફક્ત 11.49 સેકેન્ડમાં પુરી કરી અને વિજેતા બની હતી.
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં દુતી ચંદે જીત્યો ગોલ્ડ - ઓલંપિક
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર દોડ સ્પર્ધામા શાનદાર જીત મેળવી હતી. આ ગોલ્ડ મેડલ જીતીને દુતી ચંદએ ઓલંપિકમાં પાતાની દાવેદારી મજબુત કરી છે.
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં દુતી ચંદે જીત્યો ગોલ્ડ
ભારતમાં તેનો આ રેકોર્ડ 11.22 સેકેન્ડનો છે, તેને આ રેકોર્ડ ગત વર્ષે ઓક્ટોબરમાં નેશનલ ઓપનમાં બનાવ્યો હતો. ઓલંપિક ક્વોલીફાય માર્ક સુધી પહોંચવામાં દુતી ચંદને ફક્ત 0.7 સેકેન્ડથી ચુકી ગઈ હતી. ઓલંપિક ક્વોલિફાય માર્ક 11.15 સેકેન્ડ સેટ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, KIIT વિશ્વવિદ્યાલય તરફથી પ્રતિનિધિત્વ કરનારી દુતી ચંદે પ્રથમ દિવસે સેમીફાઈનલમાં 11.61નો સ્કોર નોંધાવ્યો હતો.