ગુજરાત

gujarat

ETV Bharat / sports

દુતી ચન્દે જીત્યો વધુ એક ગોલ્ડ, કહ્યું તમારા આશીર્વાદના કારણે મેડલ જીતી - napoli

નપોલી: નપોલીમાં ચાલી રહેલી વિશ્વ વિદ્યાલયના ખેલમાં ભારતીય સ્પ્રિંટર દુતી ચન્દે 100 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ચંદે માત્ર 11.32 સેકન્ડમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. તેને 11.24 સેક્ન્ડ સાથે 100 મીટરનો રેકોર્ડ પણ જાળવી રાખ્યો છે.

દુતી ચન્દે જીત્યો વધુ એક ગોલ્ડ

By

Published : Jul 10, 2019, 12:09 PM IST

વિશ્વ વિદ્યાલયના ખેલોમાં સ્પ્રિંટર દુતી ચન્દે 100 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ દુતી ચન્દે ટ્વીટ કરી જણાવ્યું કે, " વર્ષોની મહેનત અને તમારા આશીર્વાદ સાથે, મને નપોલીમાં ચાલી રહેલી વિશ્વ વિદ્યાલય ખેલમાં 11.32 સેક્ન્ડમાં 100 મીટરમાં ગોલ્ડ મેડલ જીતીનેે રેકોર્ડ સર્જ્યો છે. ફોટામાં નજરે આવતા તમામ પ્લેયર પણ વિજેતા છે.

દુતી ચન્દનું ટ્વીટ

તેઓેએ ગોલ્ડ મેડલ સાથે ફોટો પોસ્ટ કરી લખ્યું કે, " મેળવી લીધુ છે." તેઓએ બીજી ટ્વીટમાં લખ્યુ છે કે, " મને નીચે ખેંચો, હું મજબુતી સાથે પરત ફરીશ."

દુતી ચન્દનું ટ્વીટ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details