ભારતીય દોડવીર દુતી ચંદનો વિશ્વ એથ્લેટિક્સ ટીમમાં સમાવેશ થયો છે. આ સ્પર્ધા 27 સપ્ટેમ્બરથી કતારના દોહામાં યોજાશે.
દુતી ચંદનો વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ટીમમાં સમાવેશ
નવી દિલ્હીઃ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ(AFI)એ આ સ્પર્ધા માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 9 સપ્ટેમ્બરે 25 સભ્યોની ટીમને જાહેર કરી છે. આ ટીમમાં દુતી ચંદનો પણ ઉમેરો થયો છે.
દુતી ચંદે પણ આ હરીફાઈમાં ભાગ લેવા માટેના આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ મહાસંઘના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. IAFએ આ અંગે ટિવટ કરતાં લખ્યુ છે કે, " વિશ્વ ચેમ્પિયનશિપમાં ગુરુવારે સાંજે જ 100 મીટર દોડ માટે દુતી ચંદનું નામની જાહેરાત થઈ હતી.'
આ ઉપરાંત પસંદગી સમિતિએ 200 મીટર દોડ માટે અર્ચના એસ, ઉંચી કુદ માટે તેજસ્વિન શંકરના નામ પણ નક્કી કર્યા છે. પરંતુ આ સ્પર્ધામાં ભાગ લેવાનું આઈએએફના નિમંત્રણ ઉપર નિર્ભર છે. દુતી ચંદ 11.24 સેકન્ડના ક્વોલિફિકેશન સ્તર પર તે નિષ્ફળ રહી હતી. પરંતુ સ્પર્ધામાં સ્પર્ધકોની સંખ્યા ઓછી હોવાથી તેને વિશ્વ ચેમ્પિયનશિપમાં સ્થાન પ્રાપ્ત થયુ છે.