20 વર્ષીય દુતીએ જણાવ્યું કે, પોતાના ગામમાં એક છોકરીની સાથે તેનો સંબધ છે. જો કે, તે કોની સાથે સંબધમાં તે વ્યકિતનું નામ લેવાની તેણે ના પાડી હતી. તેણે આ સંબધ વિશે વાત કરતા કહ્યું કે, મને કોઇ એવું મળી ગયું જે મને જાનથી પણ વધારે પ્રિય છે. મને લાગે છે કે, કોઇને પણ કોની સાથે સંબંધમાં રહેવું તેની છુટ મળવી જોઇએ. આ કોઇ પણ વ્યકિતની પોતાની ઇચ્છા પર આધારિત છે.
દોડવીર દુતી ચંદે કર્યો મોટો ખુલાસો, કહ્યું "હું સમલૈંગિક સંબંધમાં છું" - games
ન્યૂઝ ડેસ્ક: સ્પ્રિન્ટર દુતી ચંદે પોતાની વ્યક્તિગત લાઇફ વિશે વાત કરી હતી. તેણે આ ચર્ચામાં તેની લાઇફ વિશે એક મોટો ખુલાસો કર્યો હતો. એશિયાઇ રમતોમાં ભારત માટે બે સિલ્વર મેડલ જીતનાર સ્ટાર એથલીટ દુતીએ જણાવ્યું કે, વર્ષોથી તે સમેલૈંગિક સંબધમાં છે. 100 મીટર દોડમાં નેશનલ રિકોર્ટ હોલ્ટર મહિલા દોડવીર દુતી ચંદે સાર્વજનિક રીતે આ સંબંધનો સ્વીકાર કર્યો હતો.
ફાઇલ ફોટો
જો કે, તેણે વધુમાં કહ્યું કે હાલ તો તેનું ધ્યાન ફક્ત ઓલમ્પિક ગેમ્સ પર છે.