- ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટમાં દિવ્યા દેશમુખે મારી બાજી
- દિવ્યા ભારતની લેટેસ્ટ મહિલા ગ્રાન્ડ માસ્ટર (WGM) બની
- AICF એ ટ્વિટ કરીને દિવ્યાને અભિનંદન આપ્યા
ન્યૂઝ ડેસ્ક : હંગેરીના બુડાપેસ્ટમાં ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટમાં બાળ પ્રતિભા દિવ્યા દેશમુખ ( Divya Deshmukh) ભારતની લેટેસ્ટ મહિલા ગ્રાન્ડ માસ્ટર (( Woman Grand Master)) બની છે. મહારાષ્ટ્રની 15 વર્ષીય ખેલાડી દિવ્યાએ બુધવારે ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું બીજો IM અને છેલ્લો WGM રાઉન્ડ પૂરો કર્યો છે. આગામી ટૂર્નામેન્ટમાં વધુ સારી ચેસ રમવાની આશા છે.
દિવ્યાએ WGM રાઉન્ડ સુરક્ષિત કર્યો
ઉલ્લેખનીય છે કે, દિવ્યાએ નવ રાઉન્ડમાં પાંચ પોઈન્ટ મેળવ્યા હતા અને 2452 ના રેટિંગ પ્રદર્શન સાથે પોતાનો ત્રીજો અને અંતિમ WGM રાઉન્ડ સુરક્ષિત કર્યો હતો. આ દરમિયાન, તેણીએ પોતાનો બીજો IM- રાઉન્ડ પણ પોતાના નામે કરીને તે આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડ માસ્ટર બની ગઈ છે. ત્રણ જીત ઉપરાંત, તેઓએ ટુર્નામેન્ટમાં બે મેચ હારીને ચાર ડ્રો રમ્યા છે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) એ દેશમુખને દેશનો 21 મી WGM બનવા બદલ અભિનંદન આપ્યા હતા.
AICFએ દિવ્યાને આપ્યા અભિનંદન