- ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર
- સુશીલ કુમાર પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું
- સુશીલ કુમારે સરન્ડર માટે કરી અપીલ
- રોહિણી કોર્ટમાં આજે સુનાવણી
નવી દિલ્હી: હત્યાના કેસમાં બે અઠવાડિયાથી ફરાર રહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. આ રકમ સુશીલ વિશે માહિતી આપતી વ્યક્તિને આપવામાં આવશે. આ સાથે તેના ભાગીદાર અજયની ધરપકડ પર દિલ્હી પોલીસે 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું છે. તેમજ છત્રસાલ સ્ટેડિયમ ખાતે સાગર રેસલરની હત્યાના આરોપી સુશીલ કુમારે દિલ્હી પોલીસ દ્વારા ઈનામ જાહેર કર્યા બાદ હવે આગોતરા જામીન અરજી કરવામાં આવી છે. જેની રોહિણી કોર્ટમાં આજે સુનાવણી થશે.
આ પણ વાંચો:અરવલ્લીના પ્રાથમિક શિક્ષક તીરંદાજીમાં નેશનલ ચેમ્પિયન બન્યા
પહેલવાન સાગરની હત્યાનો મામલો
4 મેના રોજ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગરને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી સુશીલ કુમાર બનાવવામાં આવ્યો છે. આ ઘટના બાદથી તે ફરાર છે અને પોલીસ તેની શોધમાં સતત દરોડા પાડી રહી છે. આવી સ્થિતિમાં, તેની વિરુદ્ધ લુક-આઉટ પરિપત્ર જારી કરવા ઉપરાંત, દિલ્હી પોલીસે કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું છે.