ગુજરાત

gujarat

ETV Bharat / sports

પેરા-એથ્લેટ દીપા મલિક ભારતમાં પેરાલિમ્પિક સમિતિની પ્રમુખ તરીકે ચૂંટાઈ - પેરાલિમ્પિક ઈન્ડિયા

2016ની રિયો પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર 49 વર્ષીય દીપા શુક્રવારે બેંગ્લુરુમાં યોજાયેલી પીસીઆઈ ચૂંટણીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઇ આવી હતી. દીપાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, પેરાલિમ્પિક ઈન્ડિયામાં નવીનતમ કાર્યકાળની નવી ઇનિંગની શરૂઆત થવા પર હૃદયપૂર્વક અભિનંદન. અધ્યક્ષના પદ ઉપર વિશ્વાસ રાખવા અને ભારતમાં પેરા રમતોમાં રમતવીર કેન્દ્રિત અભિગમનું સ્વાગત કરવા બદલ દરેકનો આભાર વ્યક્ત કરું છું.

પેરા-એથ્લેટ દીપા મલિકને પેરાલિમ્પિક સમિતિ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા
પેરા-એથ્લેટ દીપા મલિકને પેરાલિમ્પિક સમિતિ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા

By

Published : Feb 2, 2020, 11:56 AM IST

નવી દિલ્હીઃ પેરા એથ્લેટ અને ભારતની એકમાત્ર મહિલા પેરાલિમ્પિક ચંદ્રક વિજેતા દીપા મલિકને ભારતના પેરાલિમ્પિક સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યાં છે, જોકે ચૂંટણીના પરિણામો દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને આધીન છે.

ગયા વર્ષે ભૂતપૂર્વ ચીફ રાવ ઈન્દરજિત સિંહને પોતાના પદ પરથી હટાવ્યા બાદ વચગાળાના પ્રમુખ તરીકે કાર્યરત ગુરશરન સિંહ પણ મહાસચિવ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. કવેન્દ્ર ચૌધરી અને શશી રંજન પ્રસાદ સિંઘ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, જ્યારે એમ મહાદેવને ખજાનજી બનાવવામાં આવ્યા હતા. નાલે નંદકિશોર બાબુરાવ અને કાંતિલાલ પરમાર સંયુક્ત સચિવ તરીકે ચૂંટાયા હતા.

રીટર્નિંગ ઓફિસર આર રાધાએ હોદ્દેદારોની ઘોષણા કરતી વખતે જણાવ્યું કે, પરીણામો દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ કેસમાં પાસ થવાના વધુ આદેશોને પાત્ર રહેશે. દીપાને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તેમજ પદ્મશ્રી મળેલ છે, તેણે શોટ પુટ એફ 52-53 ઇવેન્ટમાં 2011માં આઈપીસી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ સિલ્વર જીત્યો હતો, આ ઉપરાંત ડિસ્કમાં દરેકને રજત મેળવ્યો હતો (એફ 52-53).

ગુરશરણે દીપાની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, આ પહેલીવાર છે જ્યારે કોઈ ટોચના રમતવીરને કોઈ રમતગમત સંગઠનનો અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે, જેના હેઠળ તે અથવા તેણી સ્પર્ધા કરી રહી છે. ગુરશરણ આશા રાખી રહ્યા છે કે, જો દિલ્હી હાઈકોર્ટ આ ચૂંટણીઓને માન્ય ઠેરવે તો પીસીઆઈ રમત મંત્રાલયની માન્યતા પાછું મેળવી લેશે.

ABOUT THE AUTHOR

...view details