નવી દિલ્હી: WPLની 14મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. જો દિલ્હી આજે ગુજરાતને હરાવશે તો પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી મુંબઈ ઈન્ડિયન્સ પછી તે બીજી ટીમ હશે. ગુજરાત અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી માત્ર એક જ જીતવામાં સફળ રહ્યું છે.
આ પણ વાંચો:Mumbai Local Train Kohli Dance : મુંબઈ લોકલ ટ્રેનમાં વિરાટ કોહલીનો ડાન્સ કરતો વિડીયો વાયરલ
દિલ્હીએ પાંચમાંથી ચાર મેચો જીતી: મેગ લેનિંગની આગેવાનીમાં દિલ્હીએ પાંચમાંથી ચાર મેચો જીતી છે. હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે 9 માર્ચે રમાયેલી મેચમાં દિલ્હીને 8 વિકેટે હરાવ્યું હતું. કેપિટલ્સ રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોરને બે વખત હરાવ્યું છે. આ સિવાય 11 માર્ચે રમાયેલી મેચમાં મેગની ટીમે જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સનો યુપી વોરિયર્સ સાથે પણ મેચ હતો, જેમાં તેણે 42 રને જીત મેળવી હતી.
કોને કેટલા પોઈન્ટ: પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ 10 પોઈન્ટ સાથે ટોપ પર છે. દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. યુપી વોરિયર્સ ચાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ગુજરાત જાયન્ટ્સના પણ 2 પોઈન્ટ છે અને તે છેલ્લા સ્થાને છે.
આ પણ વાંચો:Ball Used in International Cricket : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા આ બોલથી પ્રેક્ટિસ કરશે ટીમ ઈન્ડિયા
સંભવિત દિલ્હી કેપિટલ્સ ટીમ: 1 મેગ લેનિંગ (કેપ્ટન), 2 શફાલી વર્મા, 3 એલિસ કેપેસી, 4 જેમિમાહ રોડ્રિગ્સ, 5 મેરિઝાન કેપ. 6 જેસ જોનાસેન, 7 તાન્યા ભાટિયા (વિકેટકીપર બેટ્સમેન), 8 રાધા યાદવ, 9 શિખા પાંડે, 10 અરુંધતિ રેડ્ડી/મિન્નુ મણિ, 11 તારા નોરિસ.
ગુજરાત જાયન્ટ્સની સંભવિત ટીમઃ 1 સોફિયા ડંકલી 2 એસ મેઘના/અશ્વની કુમારી, 3 હરલીન દેઓલ, 4 એશ્લે ગાર્ડનર, 5 લૌરા વોલ્વાર્ડ/એન્નાબેલ સધરલેન્ડ, 6 ડી હેમલતા, 7 સ્નેહ રાણા (કેપ્ટન), 8 સુષ્મા વર્મા, 9 કિમ ગેર્થ વેરહામ, 10 તનુજા કંવર, 11 માનસી જોશી/હર્લે ગાલા.