આ મેચમાં દબંગ દિલ્લીની જીતના હીરો રહેલા ચંદ્રન રંજીતે 11 અને નવીને 10 અંક મેળવ્યા છે. PKLમાં 200 તો રંજીતે 500 રેડ પોઈન્ટ પૂરા કર્યા છે. હરિયાણા સ્ટીલર્સના કેપ્ટન ધર્મરાજા ચેરાલાથને લીગમાં પોતાના 400 ટૈકલ પોઈન્ટ પૂરા કર્યા છે.
પ્રો કબડ્ડી લીગ-7: દબંગ દિલ્હીએ હરિયાણા સ્ટીલર્સને 41-21થી આપી હાર - પ્રો કબડ્ડી લીગ
મુંબઈ : પ્રો કબડ્ડી લીગ સીઝન 7ના 14માં મુકાબલો દબંગ દિલ્હી અને હરિયાણા સ્ટીલર્સ વચ્ચે રમાયો હતો. આ બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ દબંગ દિલ્હીએ હરિયાણાને 41-21થી હાર આપી લીગમાં જીતની હેટ્રીક લગાવી છે. દબંગ દિલ્લીએ PKLમાં હરિયાણા સ્ટીલર્સ વિરુદ્ધ રેકોર્ડ 2-5 બનાવ્યો છે.
દબંગ દિલ્લીએ સતત ત્રણ મેચમાં જીત મેળવી છે. દિલ્હી 15 અંક સાથે પ્રથમ સ્થાને છે. હરિયાણા સ્ટીલર્સની 2 મેચમાં આ પ્રથમ હાર છે. NSCI SVP સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલાના પ્રથમ હાફમાં દબંગ દિલ્હીની ટીમ 15-10થી આગળ હતી.
બીજા હાફમાં નવીન કુમારે શાનદાર 2 અંક લઈ દબંગ દિલ્લીને 18-10 પહોચાડી હતી. દબંગ દિલ્હીએ હરિયાણાને ઓલઆઉટ કરી સ્કોર 22-12 સુધી પહોચાડ્યો હતો. હરિયાણા સ્ટીલર્સ માટે ગત મેચમાં 14 અંક મેળવનાર નવીને 9 અને વિનયે 5 અંક મેળવ્યા હતા. ટીમને રેડ 16, ટૈકલ 4 અને 1 અતિરિત્ત અંક મળ્યા છે.